બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / A wave of happiness among the farmers from the rains everywhere in Gujarat, find out how much rain fell in your city
ADVERTISEMENT
ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ઉત્સાહ
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઈંચ, સૂત્રાપાડા અને તાલાળામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.
ADVERTISEMENT
વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વેરાવળના ભેટાળી ગામે ખેતરોમાં પાણી ભરાયા છે. વેરાવળના ભેટાળી ગામે વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા હતા. જો કે, મેઘરાજાએ લાંબા વિરામ બાદ અમી છાંટણા કરતા ખેડૂતો આનંદીત બન્યાં છે. ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી વોકળામાં પાણી આવ્યાં. આંબળાશ ગામે રસ્તા પર નદી વહી. જેપુર ગીર, ધરમપુર ગીર ગામે વોકળામાં પાણીની આવક નોંધાઈ. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.
દ્વારકામાં મેઘમહેરથી પાકને જીવતદાન
ADVERTISEMENT
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નવુ જીવતદાન મળ્યું છે. દ્વારકાના કલ્યાણપુર અને આસપાસના તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેરથી પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે જૂનાગઢના ભેંસાણમાં ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. ભેસાણ પંથકમાં ધીમીધારે બે ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટના ગોંડલમાં સૌથી વધુ વરસાદ
ADVERTISEMENT
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં સૌથી વધુ સવારથી એક ઇંચથી લઇને દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજકોટના વીરપુરમાં ભારે બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. વીરપુરમાં સુકાતા પાકને જીવતદાન મળ્યું. તો પોરબંદરના બરડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે. પોરબંદરના બરડા, બગવદર, અડવાણા, સોઢાના, રોજીવાડા, સીમરમાં સારો વરસાદ આવતા ખેડૂતોના પાકને ફાયદો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.