બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A sample of a patient found with suspected Omicron case in Jamnagar

ફફડાટ / જામનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ જણાતા દર્દીના સેમ્પલને જીનોમ સ્ક્વોસિંગ માટે મોકલાયા

Kiran

Last Updated: 12:38 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને દર્દીના સેમ્પલ સ્ક્વોસિંગ માટે મોકલાયા છે

  • જામનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ
  • આફ્રિકાથી આવેલા શખ્સ કોરોના પોઝિટિવ
  • કોન્ટેક્ટ ટ્રેસ કરાયા, તમામને આઇસોલેટ કરાયા

જામનગરમાં આજે આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. 



 

આફ્રિકાથી આવેલા શખ્સ કોરોના પોઝિટિવ

જામનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયાતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આફ્રિકાથી આવેલા શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 72 વર્ષીય દર્દીના સેમ્પલ લઇ પૂણે લેબમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જામનગરની જી. જી. હોસ્પિટલ દ્વારા સેમ્પલને જીનોમ સ્ક્વોસિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. 

કોન્ટેક્ટ ટ્રેસ કરાયા, તમામને આઇસોલેટ કરાયા

આફ્રિકાથી આવેલા શખ્સ સાથે પ્લેનમાં અન્ય 4 વ્યક્તિઓ પણ આવ્યા હતા જેમને તંત્ર દ્વારા શોધી ચારેય મુસાફરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો રાહતનો શ્વાસ લીધો છે. અન્ય એ કે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવનાર અન્ય 87 લોકોના કોન્ટેક્ટને પણ ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. આ તમામ લોકોને હાલ હોમ આઇસોલેટ કરી દેવાયા છે. ઓમિક્રોનના શંકાસ્પદ કેસના સેમ્પલ ગુજરાત બાયોટેકમાં પણ મોકલવામાં આવ્યા છે.

આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા લોકો પણ તંત્રની બાજ નજર

આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ તો આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર તંત્રની બાજ નજર . જો કે દેશમાં વાત કરવામાં આવે તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 9,216 કેસ નોંધાયા, જ્યારે હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા 99,976 છે. 

નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ અમદાવાદમાં તૈયારીઓ

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ અમદાવાદમાં પણ તંત્રએ તૈયારીઓનો દોર શરૂ કર્યો છે..માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ એ ડેલ્ટ વેરિએન્ટ કરતા પણ ઘાતક છે ત્યારે આ વખતે આરોગ્ય વિભાગે અગાઉથી તૈયારીઓ શરૂ કર દીધી છે. જેના માટે 1200 બેડની કોવિડ હોસ્પિટલ પણ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડ તેમજ 20 હજાર લીટરા 2 ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ રાખી દેવામાં આવ્યા છે. સમગ્ર તૈયારીઓની વાત કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે બીજી લહેરની સરખામણીએ તંત્ર સચેત છે જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3 હજાર બેડની ક્ષમકા કરાશે, જેથી પ્રથમ અને બીજી લહેર દરમિયાન જે સમસ્યા સર્જાઈ હતી તે નહીં સર્જાઈ, ડોક્ટરના જણાવ્યા મુજબ ક્લાસ 1થી 4 સુધી તમામ સ્ટાફ ટ્રેનિંગ સાથે સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ