7 ફેબ્રુઆરી એટલે આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમમાં હોય તેવા યુગલો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ વીક અથવા વેલેન્ટાઈન ડે ઉજવવા પાછળની સ્ટોરી શું છે?
આજથી શરૂ થઈ વેલેન્ટાઈન વીકની શરૂઆત
યુવલો માટે આ દિવસો હોય છે ખૂબ જ ખાસ
જાણો શામ માટે ઉજવવામાં આવે છે વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન વીકની દુનિયાભરમાં શરૂઆત થઈ ગઈ છે. સાત ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત થઈ ચુકી છે. આવે જાણીએ આ દિવસે આપણે વેલેન્ટાઈન્સ સાથે જોડાયેલો ઈતિહાર જાણીએ. કોણ હતા સંત વેલેન્ટાઈન, કેમ તેમના નામ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શું છે વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ?
માનવામાં આવે છે કે વેલેન્ટાઈન્સ ડેની શરૂઆત પ્રાચીન રોમમાં થઈ હતી. જ્યારે 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી લુપર્કેલિયાનું સેલિબ્રેશન કરવામાં આવતું હતું. આ દિવસે પુરૂષો દ્વારા એક બકરી અને એક કૂતરાની બલી આપવામાં આવતી હતી અને પછી મહિલાઓને આ બલી આપેલા જાનવરોના ચામડામાંથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી થાય છે.
આ મહોત્સવ વખતે મેચ-મેકિંગ લોટરી પણ કાઢવામાં આવતી હતી. પુરૂષ એક જારમાંથી મહિલાઓનું નામ કાઢતા હતા અને જેનું નામ જારમાંથી નિકળતુ તે મહિલાની સાથે કપલ બની જતા હતા. લુપર્કેલિયાના પર્વ ત્રીજી શતાબ્દી ઈસ્વીમાં વેલેન્ટાઈન ડેના રૂપમાં બદલાઈ ગયું.
14 ફેબ્રુઆરીએ આપવામાં આવી ફાંસી
સમ્રાટ ક્લોડિયસ બીજાએ સંત વેલેન્ટાઈન્સને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. સંત વેલેન્ટાઈન્સ એક પાદરી હતા તેમણે ઈસાઈ કપલને લગ્નમાં મદદ કરી હતી. સમ્રાટ ક્લાડિયસ દ્વિતીય પુરૂષોના વિવાહના વિરૂદ્ધ હતા અને આદેશ આપ્યો હતો કે સંત વેલેન્ટાઈનનું માથુ કલમ કરી દેવામાં આવે.
તેમને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે સંત વેલેન્ટાઈન જેલમાં હતા. તેમણે જેલરની આંધળી દિકરીની દેખરેખ માટે તેને એક કાર્ડ પણ લખ્યું, જેના પર લખ્યું હતું, "ફોર યોર વેલેન્ટાઈન".
જુનો પર્વ નવો તહેવાર
5મા દશકમાં પોપ ગેલેસિયસે લુપર્કેલિયાની મૂર્તિ પૂજનના અનુષ્ઠાનોનો બહિષ્કાર રહ્યો અને તેને વેલેન્ટાઈન ડે સાથે જોડી દીધો. જુનો પર્વ નવો તહેવાર બની ગયો. જેફ્રી ચોસર અને વિલિયમ શેક્સપિયર જેવા લોકપ્રિય કવિઓએ પણ પ્રેમ અને જુનૂન વિશે સારા વાતો લખીને તે દિવસને લોકપ્રિય બનાવવાનું શરૂ કર્યું.
તેને આખી દુનિયામાં 14 ફેબ્રુઆરીએ પ્રેમના દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ. હવે આ તહેવાર બજારમાં પણ નવી રોનક લાવે છે. નવી પેઠીના યુવાનો વેલેન્ટાઈન આખુ વીક સેલિબ્રેટ કરે છે.