Team VTV08:31 PM, 28 Oct 21
| Updated: 08:34 PM, 28 Oct 21
જૂનાગઢમાં ઉંધમાં સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો, શા કારણે દીપડો રહેણાંક વિસ્તારમાં આવવા મજબૂર, શું જંગલ પર માણસોનું અતિક્રમણ જવાબદાર
દીપડાની શહેરમાં અવર-જવર વધી
નેત્રંગમાં દેખાયો દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢ જિલ્લામાં દીપડાનો બાળક પર હિંસક હુમલો
રાજ્યમાં દીપડાના હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના નેત્રંગમાં દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો છે. રહેણાંક વિસ્તારમાં જવાહર બજાર વિસ્તારમાં દુકાનો પાસે દીપડો દેખાયો હતો. જંગલ છોડી જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યાં છે. ખોરાકની શોધમાં દીપડો રહેણાંક વિસ્તારમાં આવ્યાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની વનવિભાગને જાણ કરવામાં આવતા આદમખોર દીપડાને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટના સવારે બની હોવાથી બજાર સૂમસામ હતી પણ દીપડો આવ્યાની વાત સાંભળતા જ બજાર આખોય દિવસ ખાલીખમ જોવા મળી હતી.
ઉંધમાં સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો
જૂનાગઢ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ હિંસક પ્રાણીઓનો રંજાડ ઓછો ના થતો હોય તેમ,વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકનું દીપડાએ મારણ કર્યું છે. વંથલી તાલુકાના વસપડા ગામની આ ઘટનામાં દાહોદથી મજૂરી કામેલા આવેલા દંપતી સાથે આ કરુણ ઘટના બનવા પામી છે. વસપડા ગામમાં મજૂરી માટે આવેલા પરિવારની આ કરુણાંતિકામાં માતાની સોડમાં મીઠી ઊંઘ માણી રહેલા પાંચ વર્ષીય બાળકને દીપડો ખેંચી ગયો હતો.આ ઘટનાની જાણ થતા મજૂર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી વન વિભાગને પહોચાડાતા,વન વિભાગે દીપડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ચાલુ વર્ષે વન્ય પ્રાણી દ્વારા આ બીજી ઘટના બની છે જેમાં વ્યક્તિનો ભોગ લેવાયો હોય.
ખાંભામાં બકરીનું કર્યું હતું મારણ
તો બે દિવસ અગાઉ અમરેલીના ખાંભાના મોટા બારમણમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. રાત્રે દીપડો ગામમાં ધુસી જઈ બકરીના બચ્ચાને ઉઠાવી ગયો હતો સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગ્રામજનો આક્ષેપ કરતાં હતા કે અનેક રજૂઆત છતાં દીપડાને પકડવા વન વિભાગ બેદરકારી દાખવી રહ્યું છે.