બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / A pair of cricketer brothers is prepared in Vadodara, see whose names are in the list along with the Pandya brothers

ક્રિકેટ / વડોદરામાં તૈયાર થાય છે ક્રિકેટર ભાઇઓની જોડી, પંડ્યા બ્રધર્સની સાથે લીસ્ટમાં જુઓ કોના-કોના નામ

Megha

Last Updated: 04:36 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડયા એ વર્ષ 2013માં બરોડા તરફથી રણજીમાં અને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેના બે વર્ષ પછી તેના હાર્દિકના ભાઈ કૃણાલે પણ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું.

  • હાર્દિકે વર્ષ 2013માં બરોડા તરફથી રણજીમાં ડેબ્યૂ કર્યું હતું.
  • 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું
  • બરોડા તરફથી રમતા ઘણા ક્રિકેટર ભાઇઓની જોડી ચર્ચામાં આવી છે

આપણા ભારત દેશની રમતની દુનિયામાં હરિયાણાની ઓળખ કુસ્તી બની તો મણિપુરની ઓળખ બોક્સિંગ, મુંબઈમાં ક્રિકેટછવાયું તો  હૈદરાબાદે બેડમિન્ટનમાં ઓળખ બનાવી, એ સાથે જ પંજાબ હોકી માટે જાણીતું બન્યું પણ હવે દેશનું અન્ય એક રાજ્ય અને તેનું શહેરએ પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું છે. અને એ રાજ્યની ઓળખ તદ્દન અલગ છે. 

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના પહેલા મેચમાં જ્યારે હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી ત્યારે હાર્દિકના શોટથી દરેક લોકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ તેના ભાઈ કૃણાલ પંડ્યા અચંબિત નહતા થયા કારણ કે તે લાંબા સમયથી તેના ભાઈને આવા જ શૉટ લગાવતો જોતો આવ્યો હતો. જાણવી દઈએ કે હાર્દિકે વર્ષ 2013માં બરોડા તરફથી રણજીમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેના બે વર્ષ પછી તેના હાર્દિકના ભાઈ કૃણાલે પણ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. જાણકારી માટે કહી દઈએ કે બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ એક સાથે રમી ચૂક્યા છે.  

જો કે બરોડામાંથી ઘણા ક્રિકેટર ભાઇઓની જોડી ચર્ચામાં આવી છે અને તેમાંથી એક છે ભારતના મહાન ક્રિકેટર વિજય હજારે અને તેમના ભાઈ વિવેક. જે વર્ષ 1940માં બરોડા તરફથી રણજી ટ્રોફી રમ્યા હતા. 1970ના દાયકામાં લેસ્લી ફર્નાન્ડિસ અને તેમના ભાઈ એન્થોની ફર્નાન્ડિસ પણબરોડાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.  જણાવી દઈએ કે વિક્રમ હજારે અને તેમના ભાઈ 1972 થી 1983 સુધી બરોડા તરફથી રમ્યા હતા.  

ભારતીય ક્રિકેટમાં સૌથી ચર્ચિત એક જોડી છે ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ. આ બંને પણ રણજી ટ્રોફીમાં બરોડા તરફથી રમ્યા હતા અને ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.  

જણાવી દઈએ કે કેદાર અને મૃણાલ દેવધર બરોડાની ટીમમાં સાથે રમતા હતા. એક અહેવાલ મુજબ આ સિવાય સૌરીન અને સ્મિથ ઠક્કર પણ બરોડા તરફથી રમત હતા. સૌરિન બરોડાની અંડર 25 અને તેના ભાઈ સ્મિતની અંડર 23 ટીમનો હિસ્સો છે.  

દીપક હુડ્ડા અને તેનો ભાઈ આશિષ પણ બરોડા તરફથી ક્રિકેટ રમતા હતા. એ પછી દીપક રાજસ્થાનની ટીમમાં જોડાઇ ગયા હતા અને અને તેના ભાઈએ રમત છોડી દીધી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ