બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / A night half marathon has been conducted by the police in Ahmedabad

આયોજન / અમદાવાદી જાણી લેજો નહીંતર ટ્રાફિકમાં ફસાઈ જશો: હાફ મેરેથોનના કારણે 21 તારીખે બંધ રહેશે આ રસ્તાઓ

Kishor

Last Updated: 06:41 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 21મી જાન્યુઆરીના રોજ નાઈટ મેરેથોન યોજાશે. 21, 10 અને 5 કિમીની આ મેરાથોનમાં સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે.

  • અમદાવાદમાં યોજાશે નાઈટ હાફ મેરેથોન
  • અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન
  • અમદાવાદમાં 21મી જાન્યુઆરીએ યોજાશે નાઈટ મેરેથોન

અમદાવાદમાં પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. નશામુક્તિ જાગૃતતાને લઈને નાઈટ હાફ મેરેથોન યોજાઈ રહી છે. અમદાવાદમાં 21મી જાન્યુઆરીના રોજ આ દોડ યોજાશે. મહત્વનું છે કે મેરેથોન માટે અત્યાર સુધીમાં 75 હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. અગાઉ આ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રદ કરાયા બાદ ફરી આ દોડ યોજાઈ રહી છે. આ દોડને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શરૂઆત કરાવે તેવું જાણવા મળી રહ્યું છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે.


વિજેતાઓને એક લાખ સુધીનું ઇનામ અપાશે

પોલીસ કમિશનરએ જણાવ્યું કે મેરેથોનમા ભાગ લેનાર વિજેતા સ્પર્ધકોને 100 જેટલા મેડલ આપવામાં આવશે. 10 કિ.મી સ્પર્ધામાં પ્રથમ 5 વિજેતાઓને ઇનામ આપવામાં આવશે જેમાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ ઇનામ રખાયા છે. તેવું પોલીસ કમિશનર દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત મેરાથોનમાં લોકોના મનોરંજન માટે 6 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યા જુદા જુદા કાર્યક્રમો યોજાશે. ઉપરાંત નેવીના 200 જેટલા જવાન પણ મેરાથોનમાં જોડાશે.પ્રથમ વિજેતાને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જ્યારે બીજા ક્રમમાં 75 હજાર અને ત્રીજા ક્રમ 50 હજાર ઇનામ તેમજ ચોથા સ્થાને આવનારને 35 હજાર અને પાંચમા ક્રમમાં 15 હજારનું ઇનામ આપવામાં આવશે.

રોડ પર વાહન વ્યવહાર પર રોક લગાવાઈ

મેરેથોનને પગલે અનેક રોડ પર બંધ કરાયા છે. જેમાં ખાસ સાબરમતી નજીકના પટાના માર્ગ બંધ પર બપોરે 3: 30 થી માંડી 10 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર રોક લગાવાઈ છે. જેમાં  વાડજ સ્મશાન રોડ, રિવરફ્રન્ટના ક્રોસના રોડ, સુભાષબ્રિજથી સાબરમતી ગાંધી આશ્રમનો રોડ અને રિવરફ્રન્ટ રોડ બપોરના 3.30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ કરાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ