બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A letter was written to convert a young man in Kutch, Gujarat

ધર્મપરિવર્તન / ગુજરાતમાં ધર્મપરિવર્તનનું ભૂત ફરી ધૂણ્યું,કચ્છના પશુપાલકને પત્ર લખી મોટી લાલચ અપાઈ

ParthB

Last Updated: 10:37 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના મુઠીયાર ગામે એક યુવાનને ધર્મપરિવર્તન કરવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • કચ્છના મુઠીયાર ગામે એક યુવાનને ધર્મપરિવર્તનની લાલચ  
  • પત્રમાં પ્રલોભન આપવાની વાત કરાઈ
  • પશુપાલન સાથે જોડાયેલા માલધારીને પોસ્ટ મારફતે મળ્યો પત્ર

કચ્છમાં ધર્મ પરિવર્તન માટે આપય છે લાલચ

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. ગરીબ લોકોને પોતાના ધર્મ તરફ આકર્ષવા  લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાયા છે. ત્યારે આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના પશુપાલકને મળ્યો છે.  ઉલ્લેખનીય છે કે,  ગત 29મી એપ્રિલના રોજ કચ્છના મુઠીયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. 

મુઠીયાર ગામે એક યુવાનને ધર્મ પરિવર્તન માટે મળ્યો પત્ર

મહત્વનું  છે કે,  મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસ ફરિયાદ અપાઇ હતી. કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. 

નામ બદલી નાખવા અને કોને સંપર્ક કરવો તેની વિગતોનો ઉલ્લેખ

ધર્મ પરિવર્તનની સલાહ પત્રમાં નામ બદલી નાખવા માટે કોને સંપર્ક કરવો તેવી વિગતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે રાજ્યમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ ઉઠ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ