બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અજબ ગજબ / A lemon costs 35 thousand! You will feel that Lord Shiva is with you, know what is in this lemon
Last Updated: 10:42 PM, 10 March 2024
તમિલનાડુના ઇરોડથી 35 કિમી દૂર શિવગિરી ગામ નજીક પઝાપૌસિયન મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે ભગવાનને ચઢાવવામાં આવેલા ફળોની હરાજી કરવામાં આવે છે. આ ફળોનું એટલું મહત્વ હોય છે કે શ્રદ્ધાળુઓ તેના માટે પોતાની શક્તિ અનુસાર ઉંચામાં ઉંચી બોલી બોલતા હોય છે.
ADVERTISEMENT
ભગવાન શિવને અર્પણ કરાયેલા ફળોની હરાજી
પરંપરા મુજબ, ગયા શુક્રવારે મહાશિવરાત્રિના અવસરે, ઇરોડથી 35 કિમી દૂર શિવગિરી ગામ નજીક સ્થિત પઝાપૌસિયન મંદિરમાં ભગવાન શિવને અર્પણ કરાયેલા લીંબુ સહિતના ફળો અને અન્ય વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં 15 ભક્તોએ ભાગ લીધો હતો અને ઇરોડના એક ભક્તે લીંબુ માટે 35,000 રૂપિયાની સૌથી વધુ બોલી લગાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત
આવી માન્યતા છે
એવું માનવામાં આવે છે કે આ અવસર પર સૌથી વધુ બોલી લગાવી લિંબુ મેળવનાર વ્યક્તિને આવનારા વર્ષો માટે સંપત્તિ અને સારા સ્વાસ્થ્યના આશિર્વાદ પ્રાપ્ત થાય છે..બોલી લગાવ્યા બાદ પૂજારીએ લિંબુ ભગવાન સમક્ષ મુક્યુ હતું..તેની પૂજા કરવામાં આવી હતી અને બાદમાં તેને બોલી લગાવનાર વ્યક્તિને અર્પણ કરી દેવાયું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.