બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A large number of tourists arrived at the Statue of Unity
Shyam
Last Updated: 05:30 PM, 1 August 2021
ADVERTISEMENT
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા માટે રવિવારના દિવસે એક સાથે 20 હજારથી વધુ લોકોની ભીડ જોવા મળી હતી. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓના આગમનની સાથે કેટલાક વિવાદ પણ સર્જાયા હતા. અને લોકોને ટિકિટ લેવાની સમસ્યા થતા હોબાળો પણ કર્યો હતો. જે લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આવ્યા હતા. અને ઓનલાઈન પૈસા ચૂકવી દીધા બાદ SOU ખાતે ટિકિટ ન મળતા હોબાળો થયો હતો. જેના કારણે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના બાદ ઓફલાઈન ટિકિટ આપતા મામલો થાળે પડ્યો હતો.
ADVERTISEMENT
કોરોનાકાળમાં બંધ રહ્યા બાદ 8 જૂનથી ફરી ખુલ્લું મુકાયું SOU
કોરોના કેસ વધતા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કેસ ઘટતા સરકાર દ્વારા ફરી તેને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફ લાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. પરંતુ અવાર નવાર મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવતા સર્વર ખરાબ થઈ રહ્યા છે. 500 કિમી દૂરથી આવતા લોકો રવિવારે પરિવાર સાથે કેવડિયા આવતા હોય છે. આ પરિસ્થિતિમાં પણ તેમને મુશ્કેલી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.