બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / A friend took the mobile saying to play a game and withdrew 22 lakh rupees from the account

વિશ્વાસઘાત / ભાઈબંધે ગેમ રમવા માટે ફોન માંગ્યો અને ખાતામાંથી ઉપડી ગયા 22 લાખ રૂપિયા, મુંબઈનાં રિટાયર્ડ કર્મચારી સાથે દાવ થઈ ગયો

Khyati

Last Updated: 06:17 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં મિત્ર પર વિશ્વાસ કરવો પડ્યો ભારે, મોબાઇલમાં ગેમ રમવાનું કહીને 22 લાખ રૂપિયા ખંખેરી લીધા

  • ગેમ રમવાના બહાને મિત્રએ લીધો મોબાઇલ
  • સેવાનિવૃત્ત કર્મચારીનું એકાઉન્ટ કરી દીધુ ખાલી
  • પૈસા ઉપાડવા ગયા તો એકાઉન્ટમાં 22 લાખને બદલે હતા 20 હજાર 

વિશ્વાસ કોનો કરવો એ સવાલ છે.. આપણામાંથી મોટાભાગના લોકો એવા હોય છે જે પોતાના મિત્રો પર આંખ બંધ કરીને ભરોસો કરી લે પણ માતા પિતા પર નહી. તેમાં પણ જો મોબાઇલ ઘરની કોઇ વ્યક્તિના હાથમાં આવી જાય તો ગળે ખાવાનું ન ઉતરે, પરંતુ મિત્રને આપણે આંખ બંધ કરીને આપણો મોબાઇલ આપી શકીએ છીએ. ત્યારે બેસ્ટ ફ્રેન્ડેજ મિત્રતાનો લાભ ઉઠાવીને ખંખેરી લીધા 22.35 લાખ.. , જાણીને ચોંકી જશો પરંતુ આ સત્ય ઘટના છે મુંબઇની.

મિત્રએ ગેમ રમવાના બહાને ખંખેરી લીધા 22 લાખ 

મુંબઇમાં 68 વર્ષીય સેવાનિવૃત કર્મચારી જ્યારે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા ગયા તો ખ્યાલ આવ્યો કે એકાઉન્ટમાં એક રૂપિયો પણ નથી.  તેમને એમ થયુ કે સેવાનિવૃત્તિના 20 લાખ સહિત 22.35 લાથ રૂપિયા પડ્યા છે. પરંતુ થોડો સમય જતા તેમને યાદ આવ્યું કે મિત્રને ગેમ રમવા માટે મોબાઇલ આપ્યો હતો અને તેણે  પૈસા કાઢવા માટે ડિજિટલ વોલેટ પ્લેટફોર્મ ગૂગલ વાપરીને ખર્ચ કરી દીધા. 

પોલીસે કરી ધરપકડ 

ઝોન 12ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સોમનાથ ઘરગેએ જણાવ્યું હતું કે અમે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલુ છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તે દરરોજ ડીંડોશી બસ ડેપો પાસે પાર્ક કરેલા તેના વાહનોની તપાસ કરવા જાય છે અને નજીકના સ્ટોલ પર ચા પીવે છે. ત્યાં તેની મુલાકાત બે આરોપી શુભમ તિવારી અને અમર ગુપ્તા સાથે થઈ હતી. પોલીસે જણાવ્યું કે શિવમે ગેમ રમવા માટે ફરિયાદીનો ફોન ઘણી વખત લીધો હતો.

ડ્રગ્સ પાછળ પૈસા વાપર્યાની આશંકા 

16 જુલાઇના રોજ ફરિયાદી પૈસા ઉપાડવા બેંકમાં ગયો ત્યારે જાણવા મળ્યું કે તેના ખાતામાં માત્ર 20,509 રૂપિયા જ બચ્યા હતા. પોલીસે જણાવ્યું કે તિવારી રેફ્રિજરેટર્સ રિપેર કરે છે અને ગુપ્તા ફૂડ ડિલિવરી બોય છે. પોલીસે જણાવ્યું હતું કે બંને ડ્રગ્સના બંધાણી છે અને એવું લાગે છે કે તેઓએ આ વસ્તુ પાછળ પૈસા ખર્ચ્યા હોઇ શકે છે. જો કે આ મામલે પોલીસે આરોપીને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે જો તમે પણ કોઇને તમારો મોબાઇલ આપો તો તમારા બેંક એકાઉન્ટમાં સિક્યુરિટી કોડ અવશ્ય રાખવો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ