બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A class 12 student committed suicide in Chikhli's Malwada village

રોષ / નવસારીમાં શિક્ષિકાના માર બાદ આઘાતમાં આવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ, પોલીસની સામે શાળામાં ભીડનો હોબાળો

Malay

Last Updated: 12:57 PM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મલવાડા ગામે ધોરણ 12ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પરિવાર દ્વારા શાળાના આચાર્યા અને તેના પતિ સામે આક્ષેપો કરતા ચીખલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ચીખલીના મલવાડા ગામે શાળામાં હોબાળો 
ધો.12ની વિદ્યાર્થિનીના આપઘાત બાદ શાળામાં હોબાળો
શાળાના આચાર્યા સામે વિદ્યાર્થિનીને મારવાના આક્ષેપો

ચીખલીના મજીગામે આવેલી નયનાબેન મકનભાઈ પટેલ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી મલવાડા ગામની દ્રષ્ટિ પટેલની નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. 

મારના આહતથી વિદ્યાર્થિનીએ ઘરે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ 
મળતી માહિતી અનુસાર, મજીગામની નયનાબેન મકનભાઈ પટેલ શાળાની ધોરણ 12ની વિદ્યાર્થિની દ્રષ્ટિ પટેલે ગતરોજ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ વાલીએ આક્ષેપ કર્યો હતો કે, નયનાબેન મકનભાઈ પટેલ શાળાની શિક્ષિકાએ દ્રષ્ટિને માર માર્યો હતો. શાળાની શિક્ષિકાએ એકમ કસોટીની નોટબુક ઘરે રહી જતા દ્રષ્ટિને માર માર્યો હતો, મારના આહતથી દ્રષ્ટિએ ઘરે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. 

ધો.12ની વિદ્યાર્થીનીના આપઘાત બાદ શાળાએ હોબાળો
શાળાના આચાર્યા સામે વિદ્યાર્થિનીને મારવાના આક્ષેપો કરાતા આજે ગ્રામજનો તેમજ વાલીઓ નયનાબેન મકનભાઈ પટેલ શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વાલીએ શાળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં જતા અટકાવ્યા હતા. તો ગામના લોકોએ આચાર્યાના પતિને મેથીપાક ચખાડ્યો હતો.

ગ્રામજનોમાં આક્રોશ, શાળા બંધ કરાવવાની માંગ
મોટી સંખ્યામાં ગામના લોકો શાળાએ પહોંચતા ચીખલી પોલીસની ટીમ નયનાબેન મકનભાઈ પટેલ શાળા ખાતે દોડી આવી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.  ગામની દીકરીએ આપઘાત કરી લેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો શાળા બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ