બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / A car fell into a pothole near CTM in Ahmedabad early this morning

ખાડાખૈયા / અમદાવાદમાં ખાડામાં કાર એવી ફસાઈ કે ક્રેન બોલાવવી પડી, કારચાલકે કહ્યું- સાહેબ આજે મરી જ ગયા હોત

Malay

Last Updated: 11:07 AM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના CTM ચાર રસ્તા પાસે AMCએ દોઢ માસથી ખોદેલા ખાડામાં આજે વહેલી સવારે એક કાર ખાબકી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ખાડાને કારણે સ્થાનિકો ઘણો રોષ જોવા મળી રહ્યો છે.

 

  • અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખાડા રાજ
  • વહેલી સવારે ખાડામાં ખાબકી કાર 
  • ક્રેન મારફતે કારને બહાર કાઢવામાં આવી

અમદાવાદ શહેરના CTM ચાર રસ્તા પાસે દોઢ મહિનાથી ખોદેલા 20 ફૂટ જેટલા ઊંડા ખાડામાં આજે વહેલી સવારે એક કાર ખાબકી હતી. જોકે, અડધો કલાક સુધી કારમાં રહ્યા બાદ કારમાં સવાર બે વ્યક્તિઓને રાહદારીઓએ સલામત રીતે બહાર કાઢ્યા હતા, તો કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. 

CTM ચાર રસ્તા પાસે ખાડામાં ખાબકી હતી કાર
એક તરફ અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા વિકાસના કાર્યોનું પુરજોશથી કામ કરવામાં આવે, નવા બ્રિજો બને, હાઇરાઇઝ્ડ ઇમારતો બને, ટ્રાન્સપોર્ટેશનના નવા વિકલ્પો વિકસાવવામાં આવે પરંતુ પ્રજાના પૈસે પ્રાથમિક સુવિધા જે આપવાની હોય તેમાં તો પ્રજાએ હાલાકી વેઠવાનો જ વારો આવે છે. જી હાં ત્યારે આવું જ જોવા મળી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે CTM ચાર રસ્તા પાસે દોઢ મહિનાથી ખોદવામાં આવેલા ખાડામાં એક કાર ખાબકી હતી. 

રાહદારીઓએ કારમાં સવાર બે લોકોને કાઢ્યા હતા બહાર
આણંદના કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર પોતાના પરિવારના એક સભ્યને એરપોર્ટ ખાતે મૂકીને પરત આણંદ જઈ રહ્યા હતા, તે સમયે સીટીએમ ચાર રસ્તા પાસે તેમની કાર ખાડામાં ખાબકી હતી. આ બનાવને પગલે ઘટનાસ્થળે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. રાહદારીઓએ કારમાં સવાર આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને તેમના ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જ્યારે ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. 

ક્રેન બોલાવી કારને બહાર કઢાઈ
ક્રેન દ્વારા ખાડામાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે, આટલી મોટી દુર્ઘટના સર્જાયા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ કે ટ્રાફિક પોલીસના કોઈ અધિકારીઓ બનાવ સ્થળે ફરક્યા પણ નહોતા.

સાહેબ આજે મરી ગયા હોતઃ કાર ચાલક
કારના ડ્રાઈવરે જણાવ્યું કે,  આજે સવારે એરપોર્ટથી આણંદ તરફ જઈ રહ્યા હતા, આ ખાડા આગળ કોઈ પટ્ટી કે બોર્ડ લગાવવામાં આવ્યું નહોતી. મેં કાર જેટલી કંટ્રોલ કરી શકાય એટલી કરી હતી. કાર ખાડામાં અંદર ખાબકી, કારમાં હું અને મારા સાહેબ હતા. કોર્પોરેશનની બેદરકારીને કારણે આજે મરી ગયા હોત 
 

સ્થાનિકો લાલઘુમ
આ મામલે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી કોર્પોરેશને ખાડાનું કામકાજ ચાલું કરેલું છે. જેના પગલે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.  ખાડાના કારણે દરરોજ ટ્રાફકની સમસ્યા થાય છે. સાથે દરરોજ અકસ્માત પણ થાય છે.

તો અન્ય એક સ્થાનિકે આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી ખોદવામાં આવેલા આ ખાડાના કારણે સાઈડ રોડ પણ બ્લોક થઈ જાય છે. મેઈન રોડ પર પણ ટ્રાફિક જામ થઈ જાય છે. ગઈકાલ સુધી અહીંયા પતરા પણ લગાવવામાં આવ્યા નહોતા અને લાલ રંગની ડેન્જર પ્લેટ પણ લગાવેલી નથી. આ ખાડાના કારણે દરરોજ અકસ્માત સર્જાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ