બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / A bus caught fire in Pakistans Sindh district

કરૂણ ઘટના / પાકિસ્તાનના સિંધ જિલ્લામાં અચાનક બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, 17 યાત્રીઓ બળીને ભડથું

Malay

Last Updated: 09:21 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે મોડી સાંજે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 17 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • પાકિસ્તાનમાંથી એક કરુણ ઘટના સામે આવી 
  • સિંધ જિલ્લામાં એક બસમાં અચાનક ફાટી નીકળી ભીષણ આગ 
  • બસમાં સવાર 17 મુસાફરોના કરૂણ મોત

પૂરના કહેરનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કરાંચીથી લગભગ 90 કિમી દૂર નૂરિયાબાદ નજીક સર્જાઈ હતી. પાકિસ્તાનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી એક બસમાં નૂરિયાબાદની નજીક નેશનલ હાઈવે પર આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

બસમાં અચાનક આગ ફાટી નિકળી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે ઈન્ટરસિટી બસમાં 50થી વધારે પૂર પીડિતોને લઈ જવામાં આવી રહ્યા હતા. જેઓને કરાંચીમાં હંગામી ધોરણે બનાવેલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ પૂર પીડિત ખૈરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હાલમાં મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોની સંખ્યામાં થઈ શકે છે વધારોઃ પોલીસ
પાકિસ્તાનની પોલીસે જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, તેમને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સિંધના સંસદીય સ્વાસ્થ્ય સચિવ કાસિમ સૂમરોએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, મૃતકોમાં 12 જેટલા સગીર છે, જેમની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી ઓછી છે. બસમાં સવાર મુસાફરો ખૈરપુર નાથન શાહના એક જ ગામના રહેવાસી હતા.

તમામ મદદ પહોંચાડવાનો મુખ્યમંત્રીનો આદેશ
પાકિસ્તાનના વડાપ્રધાન અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ-પ્રશાસનને શક્ય તમામ મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. માનવામાં આવે છે કે, હોસ્પિટલમાં હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ