બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / A book written on Draupadi Moormu, a unique achievement of a girl from Surat

સરાહનિય / સુરતની 13 વર્ષની બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ પર લખ્યું પુસ્તક

Priyakant

Last Updated: 08:59 AM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્રૌપદી મૂર્મુના જીવનની સંઘર્ષ ગાથા પર સુરતની એક 13 વર્ષીય બાળકી ભાવિકા મહેશ્વરી દ્વારા આ પુસ્તક લખવામાં આવી, દ્રૌપદી મૂર્મુ માટેની આ પુસ્તિકા 4 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે.

  • NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ પર પહેલી પુસ્તક
  • સુરતની 13 વર્ષની બાળકીએ દ્રૌપદી મૂર્મુ પર લખી પુસ્તક
  • પુસ્તકમાં  જીવનગાથા- સંઘર્ષની કહાની, પુસ્તક થકી મૂર્મુને સમજવાનો મોકો

દેશમાં ગઇકાલે જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પૂર્ણ થઇ છે. ત્યારે NDAના ઉમેદવાર એવા દ્રૌપદી મૂર્મુને બનાવાયા હતા. આ તરફ હવે દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બની જશે એવી સંપૂર્ણ સંભાવના છે ત્યારે ભારતના આગામી રાષ્ટ્રપતિના જીવન પર પ્રથમ પુસ્તક લખવામાં આવી છે. દ્રૌપદી મૂર્મુના જીવનની સંઘર્ષ ગાથા પર સુરતની એક 13 વર્ષીય બાળકી ભાવિકા મહેશ્વરી દ્વારા આ પુસ્તક લખવામાં આવી છે. દ્રૌપદી મૂર્મુ માટેની આ પુસ્તિકા 4 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે.

સુરતની બાળકીએ લખ્યું પુસ્તક

સુરતની 13 વર્ષની ભાવિકા મહેશ્વરીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર એક પુસ્તક તૈયાર કર્યું છે.  એવોર્ડ ફંકશન માટે રાષ્ટ્રપતિ ભવન ગયેલી ભાવિકાને જ્યારે ખબર પડી કે, દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે મૂર્મુને જાણવા માટે ભાવિકાને પુસ્તકો ન મળતાં તેણીએ પુસ્તક લખવા માટે તૈયારી કરી અને આજે આ પુસ્તક લખાઇને તૈયાર છે.

શું કહ્યું ભાવિકા મહેશ્વરીએ ? 

સુરતની 13 વર્ષની ભાવિકા મહેશ્વરીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર એક પુસ્તક તૈયાર કર્યું છે. જેને લઈ ભાવિકાએ જણાવ્યું હતું કે, ઘણા વિરોધ પક્ષોએ ઝૂંપડીઓમાં જન્મ લીધો છે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો બનવું એ વિશ્વની સૌથી મોટી લોકશાહીની સુંદરતા છે. દ્રૌપદી મુર્મુ એ સબકા સાથ સબકા વિકાસ મંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગરીબી સામે લડવું, સંઘર્ષ કરવો, મુર્મુ રાષ્ટ્રપતિ બનશે તો આખી દુનિયામાં સકારાત્મક સંદેશ જશે. અડધી વસ્તી પણ મહિલા સશક્તિકરણની બાબત સાબિત થશે. ભાવિકાએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટૂંક સમયમાં જ આ હિન્દી મોટિવેશનલ બુક પ્રિન્ટ કરીને બહાર પાડવામાં આવશે.

દ્રૌપદી મુર્મુ વિશે લખવા ક્યાંથી પ્રેરણા મળી ? 

દ્રૌપદી મુર્મુ વિશે લખવા માટે તે કેવી રીતે પ્રેરિત થઈ તે અંગે ભાવિકાએ કહ્યું કે, તેણે તાજેતરમાં જ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન મુલાકાત લીધી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુ ટોચના પદ માટે નામાંકિત ઉમેદવારોમાંના એક હતા. જાણવા મળ્યું હતું કે, મુર્મુ જો ચૂંટાઈ આવે તો આદિવાસી સમુદાયમાંથી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હશે. જેથી ભાવિકાએ ઇન્ટરનેટ પર મુર્મુ વિશે શોધવાનું શરૂ કર્યું. પરંતુ તેણીને ટૂંક સમયમાં સમજાયું કે, તેમના જીવન અને સંઘર્ષો પર પ્રકાશ પાડી શકે તેવા ઘણા સ્ત્રોતો ઉપલબ્ધ નથી. તેથી તેને મુર્મુ પર એક પુસ્તક લખવાનો વિચાર આવ્યો જેથી લોકો તેમના સંઘર્ષ વિશે જાણી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ