બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / A big tragedy was narrowly averted by the punctuality of the student in Rajkot

હિંમત / રાજકોટમાં સ્કૂલબસ ડ્રાઈવરને અચાનક આવ્યો હાર્ટઍટેક, દીકરીએ સ્ટિયરિંગ હાથમાં લઈ બચાવ્યા જીવ

Dinesh

Last Updated: 07:31 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સ્કૂલ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જોકે વિદ્યાર્થિનીએ ગજબ સ્ફૂર્તિ બતાવી હિંમતભેર બસનું સ્ટિયરિંગ ફેરવી દેતા મોટી દુર્ઘટના ટળી.

  • રાજકોટમાં વિદ્યાર્થિનીની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી
  • સ્કૂલ બસના ડ્રાઇવરને હાર્ટએટેક આવતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો
  • વિદ્યાર્થિનીએ હિંમતભેર બસનું સ્ટિયરિંગ ફેરવી દેતા મોટી દુર્ઘટના ટળી


રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર એક સ્કૂલ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જોકે આ સમયે તેની નજીકમાં બેસેલી એક વિદ્યાર્થિનીએ ગજબ સ્ફૂર્તિ બતાવી હતી અને હિંમતભેર બસનું સ્ટિયરિંગ ફેરવી દેતા બસ બે કાર અને બે બાઇકને હડફેટે લઈને નજીકમાં રહેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ બંધ પડી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અને બસના ડ્રાઇવરને સારવાર માટે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સૌ કોઈ વિદ્યાર્થિનીએ દાખવેલી સમયસૂચકતાને બિરદાવી રહ્યા છે. 

વિદ્યાર્થીની

વિદ્યાર્થીનીએ ગભરાઈ જવાને બદલે ગજબની હિંમત દાખવી હતી
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમની નજીકથી ભરાડ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. બરાબર આ સમયે આ બસના ડ્રાઈવર હારુનભાઈ ખીરાણીને અચાનક હાર્ટએટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે નજીકમાં બેઠેલી એક વિદ્યાર્થીનીએ ગભરાઈ જવાને બદલે ગજબની હિંમત દાખવી હતી. અને આ વિદ્યાર્થિનીએ તાત્કાલિક બસનું સ્ટિયરિંગ બીજી દિશામાં ફેરવી દીધું હતું.

બસ વીજપોલ સાથે અથડાઈ બંધ થઈ ગઈ હતી
ઘટનાને નજરે જોનાર વિજયભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ દાખવેલી આ સમયસૂચકતાને કારણે સ્કૂલ બસ પાર્ક કરેલા બે બાઈક અને બે કારને ટક્કર મારીને નજીકનાં વીજપોલ સાથે અથડાઈ બંધ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા. અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જેને લઈને દોડી ગયેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા બસના ડ્રાઈવર હારુનભાઈ ખીરાણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અને પોલીસે બસમાં રહેલા છાત્રોને તેમના ઘર સુધી પહોંચાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને નજરે જોનાર વિજયભાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ