બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / A big meeting of the leaders of Patidar community at Vishwa Umiyadham Jaspur tomorrow

ચર્ચા / વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજની આવતીકાલે મહાબેઠક, મુખ્ય સંસ્થાઓના પ્રમુખો કરશે મંથન, જાણો એજન્ડા

Vishnu

Last Updated: 10:09 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાજિક સંસ્થાની બેઠક હોવાથી પાટીદાર સમાજના આંદોલનકારી જૂથો પાસ અને એસપીજીના આગેવાનોને આમંત્રણ અપાયું નથી

  • આવતીકાલે અમદાવાદ ખાતે મળશે પાટીદાર આગેવાનોની બેઠક
  • વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે મળશે બેઠક 

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોત પોતાના સમાજની માંગોને લઈ સક્રિય થઈ ગયા છે. સરકાર સમક્ષ પ્રેશર પોલિટીક્સની રમત રમાઈ રહી છે. તો આ તરફ ગુજરાતમાં 14% વોટબેન્ક ધરાવતા પાટીદાર સમાજની મહાબેઠક મળી રહી છે.

પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક ચર્ચાનો વિષય
આવતીકાલે અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે  પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળશે. પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે યોજાનારી આ બેઠકમાં પાટીદાર સમાજના રીત રિવાજ, હાલ પ્રશ્નો તેમજ અનામત કેસ પરત અને PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે. મહત્વનું છે કે પાટીદાર સમાજના આગેવાનોની આ બેઠક ચૂંટણી સમયે મળી રહી છે. ત્યારે બેઠકમાં થયેલા મંથન બાદ સરકાર સમક્ષ અમુક માગણીઓ એક જૂથ થઈ રાખવામાં આવી શકે જેનો સીધો ફાયદો સમાજને થઈ શકે છે. સાથે મુઝવતા સામાજિક મુદ્દા પર પણ એકમત થઈ કોઈ નિર્ણય સમાજ માટે જાહેર કરવામાં આવી શકે છે. 

કોણ કોણ રહેશે હાજર ? 

  • વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ
  • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ
  • સિદસરના જેરામભાઈ વાંસજાળિયા
  • સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા 

ક્યા મુદ્દે થશે ચર્ચા ? 

  • યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિ બાબતે
  • PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે
  • પાટીદારો સહિત ઓપન કેટેગરીને થઈ રહેલા અન્યાય અંગે
  • PSI ભરતીના નોટિફિકેશનમાં સેક્શન 16 ઉલ્લંઘન મુદ્દે 
  • બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલ અંગે

પાટીદાર સમાજના આંદોલનકારી જૂથો નહીં લે બેઠકમાં ભાગ
મહત્વનું છે કે આ બેઠકમાં પાટીદાર સમાજના સામાજિક સંસ્થાના અગ્રણી સિવાય અન્ય કોઈ પણને પણ આ મહત્વની મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખાસ કરીને આંદોલન સાથે  જોડાયેલા પાસ આગેવાનો તેમજ એસપીજી જેવા પાટીદાર સમાજના સક્રિય જૂથો આ બેઠકમાં ભાગ નહીં લે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ