બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 90 student arrested for fake university admission in US

છેતરપિંડી / અમેરિકામાં બોગસ યુનિવર્સિટીનો ધમાકેદાર ધંધોઃ 90 વિદ્યાર્થીઓની ધરપકડ, ગુજરાતી કેટલા?

Published By: Gayatri

Last Updated: 11:33 AM, 29 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયો એમાંય ગુજરાતીઓનું અમેરિકા માટેનું ઘેલુ તો ઉડીને આંખે વળગે એવુ છે. ત્યારે અમેરિકામાં ફેક યુનિવર્સિટીનો વેપલો ચાલે છે જે મુદ્દે અમેરિકન સરકારે લાલ આંખ કરતા 90 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના ભારતીયો છે.

  • બોગસ યુનિવર્સિટીમાં એક સેમેસ્ટરની 2500 ડોલર ફી
  • 7 સંચાલકોની ધરપકડ કરવામાં આવી
  • પકડાયેલા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના ભારતીય

ICE ( U.S. Immigration and Customs Enforcement )દ્વારા બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા 90 વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી મોટા ભાગના ભારતીયો છે અને તેમાં પણ ગુજરાતીઓની સંખ્યા વધુ છે. આ કાર્યવાહી યુએસ ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ( United States federal law enforcement agencies ) દ્વારા દેશમાં વધી રહેલી ગેરકાનૂની ઘૂસણખોરીને રોકવા માટે  કરી હતી. 

600માંથી 161 વિદ્યાર્થીની ધરપકડ

ICE  એ માર્ચમાં નકલી યુનિવર્સિટીમાંથી 161 વિદ્યાાર્થીઓની ધરપકડ કરી હતી. જ્યારે માર્ચમાં આ યુનિવર્સિટીને તાળા વાગ્યા ત્યારે તેમાં 600 વિદ્યાર્થીઓના નામ હતા જેમાંથી મોટાભાગના ભારતીયો હતા.  

250માંથી 80 વિદ્યાર્થીઓને વતન મોકલવા તજવીજ

ICE ની તપાસ મુજબ  અત્યારસુધી આ રીતે પકડાયેલા 250 વિદ્યાર્થીઓમાંથી 80 ટકાને પોતાના દેશ પરત મોકલી દેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 20માં કેટલાક જ યુવાનો હતા જે ખરેખર ભણા આવ્યા હતા બાકી મોટા ભાગના લોકોને ખબર જ હતી કે આ બોગસ યુનિવર્સિટી છે. તેમ છતાં વિદ્યાર્થીઓ અહીં અમેરિકામાં રહેવા માટે એડમિશન લઈને આવ્યા હતા જ્યાં કોઈ ક્લાસરૂમ જ નથી.   

સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ

ડેમોક્રેટના સેનેટર અને પ્રમુખપદના દાવેદાર  એલિઝાબેથ વોરેને આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.  તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓએ અમેરિકામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોયું હતું. ICE એ છએતરપિંડી કરી તેમને પોતાની જાળમાં ફસાવ્યા ફક્ત એટલા માટે કે તેમને પરત મોકલવામાં આવે.

યુનિવર્સિટીએ એક એક સેમેસ્ટરની રૂા. 2500 ડોલર ફી ઉઘરાવી હતી

ICE એ એડમિશન કરાવનારા આઠ લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તે પૈકી સાત લોકોએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાાર્થીઓ ભારત સ્થિત અમેરિકન દૂતાવાસ તરફથી જારી કાયદેસર વીઝા પર કાયેદસર રીતે અમેરિકા ગયા હતાં. 

સંકળાયેલા મુદ્દાઓ

ICE Immigration U.S. Immigration and Customs Enforcement United States federal law enforcement agencies fake university અમેરિકા ફેક યુનિવર્સિટી બોગસ યુનિવર્સિટી fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ