બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 9 accused involved in Vapi chemical theft nabbed

પર્દાફાસ / વલસાડ LCBને મોટી સફળતા: વાપીમાંથી 1.60 કરોડના કેમિકલ ચોરીનો ઉકેલી નાંખ્યો ભેદ, જાણો વિગત

Kishor

Last Updated: 05:00 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી 1.60 કરોડના કેમિકલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પોલીસ કરોડ રૂપિયા ઉપરાંતના મુદામાલ સાથે પકડી પાડયા છે.

  • વલસાડ LCBને મોટી સફળતા મળી
  • 27 કિલો પેલાડિયન, 26.37 લાખ રોકડ જપ્ત
  • મહેસાણાના ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા 2 લોકોએ  ખરીદ્યું હતું કેમિકલ

વાપીમાંથી થયેલ કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનો પર્દાફાસ થયો છે. કરોડો રૂપીયાની કેમિકલ ચોરનો ભેદ ઉકેલી નાખવામાં વડોદરા એલસીબી પોલીસને સફળતા સાંપડી છે. કેમિકલ ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી આ પ્રકરણમાં સંડોવાયેલ 9  આરોપીઓને પકડી પાડ્યા છે. જેની પૂછપરછમાં આ આરોપીઓ કંપનીમાં જ કામ કરતાં કામદારો જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યંત ઘાતક ગણાતા કેમિકલનો 1 કરોડ ઉપરાંતનો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  


પોલીસે ચોરી કરનારા 9 આરોપીઓની ધરપકડ કરી
વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી 1.60 કરોડના કેમિકલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. રિકટર થેમિસ મેડિકેર નામની કંપનીમાંથી કેમિકલના જંગી જથ્થાની ચોરી થયાની સ્થાનિક પોલીસ મથકમાં કંપનીના સબંધિત વિભાગ સત્તાવાળાઓ દ્વારા  ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંપનીમાં બે દિવસ અગાઉ રૂપિયા 1.60 કરોડની કિંમતના 56 કિલોથી વધુનું પેલેડિયમ કેમિકલ ચોરી થયું હતું. આ ફરિયાદને લઈને પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ LCB પોલીસની તપાસ દરમિયાના આરોપીની સુધી પહોંચવા પોલીસને મહત્વની કળી મળી હતી. જેને પગલે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આ પ્રકરણમાં કસૂરવાસ 9 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ ઝપટે ચડેલ આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.. જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં રાજકુમાર રાજપૂત અને પ્રમોદકુમાર સિંગ રાજપૂત તથા નરેન્દ્ર ભાનસિંગ આ કંપનીમાં જ કામ કરતા હતા.તેઓ જાણતા હતા કે કંપનીમાં વપરાતું પેલેડિયમ કેમિકલ ખૂબ જ કીમતી છે. આથી તેમના અન્ય સાગરિતો સાથે મળી અને કંપનીમાંથી આ કેમિકલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ આ કેમિકલ ચોરી કરવા અગાઉથી ફૂલ પ્રૂફ  પ્લાન બનાવ્યો હતો.જે અંતર્ગત એક દિવસ અગાઉ જ આરોપીઓએ કંપનીમાં પેલેડિયમ કેટલિસ્ટ કેમિકલના સ્ટોર રૂમના તાળા  જ બદલી નાખ્યા હતા.અને તેની ચાવી ચોરી લીધી હતી. આથી તેઓ કંપનીમાં ઘુસી અને સરળતાથી પેલેડિયમના સ્ટોર રૂમ સુધી પહોંચી અને ચોરવામાં સફળ રહ્યા હતા. આથી પોલીસ તમામ દિશામાં તપાસ હાથ ધરી એક કરોડ આઠ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં  કંપનીમાંથી ચોરી થયેલા 27 કિલો  પેલેડિયમ  કેમિકલ  ,26 લાખ 37 હજાર રૂપિયા  રોકડા ,10 મોબાઈલ, 2 કાર અને મોપેડ મળી અંદાજે એક કરોડ આઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.

અત્યંત જોખમી અને  ઘાતક સાબિત થઈ શકે છે

આ પેલેડિયમ કેમિકલ જો કોઈ અસામાજિક તત્વો સુધી પહોંચી જાય તો અત્યંત જોખમી અને  ઘાતક સાબિત થઈ શકે છે.. કારણ કે તેનો વિસ્ફોટમાં પણ  ઉપયોગમાં લઇ શકાય છે. આથી પોલીસે બનાવને ગંભીરતાથી લઇ જેમ બને તેમ જ ઝડપી આરોપીઓ ને ઝડપી લીધા છે અને એક સંભવિત ગુન્હા ને સમયસર ઉકેલી નાખ્યો છે ..


કેમિકલ ચોરી અંગે બદનામીનો માર ભોગવતો વાપી પંથક
ઉલ્લેખનીય છે કે કેમિકલ ચોરીની ઘટનાને લઈને વાપી પંથકમાં અગાઉથી બદનામીનો માર ભોગવી રહ્યો છે. આ અગાઉ પણ મહારાષ્ટ્રના થાણે પોલીસે એક કિલો ચોરાઉ કેટામાઇન કેમિકલ વેચવા આવેલ આરોપી પ્રતીક પટેલ અને અકમર શેખની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં વાપીની એક ફાર્મા કંપનીમાં ટ્રેઇની કેમિસ્ટ તરીકે નોકરી કરતા મયુર પટેલે  આ કેટામાઇન  આપ્યું હોવાનું સામે આવ્યું હતું.આથ પોલીસે કેમિસ્ટ મયુરની પણ ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરાઇ છે. જેમાં કેમિકલ વાપીની એક કંપનીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ