બ્રેકિંગ ન્યુઝ
VTV / 80 migrant deaths have occurred in shramik specials till date says railways officials
Last Updated: 02:44 PM, 30 May 2020
ADVERTISEMENT
લૉકડાઉનના સમયે પ્રવાસી શ્રમિકોની સમસ્યા દરેક સરકારને માટે મોટી સમસ્યા છે. ખાસ કરીને તેમને ઘરે પહોંચાડવા માટે મોટી મુશ્કેલી આવી રહી છે. રાજ્ય સરકારે બસની વ્યવસ્થા કરી તો બોર્ડર પાર કરવામાં મુશ્કેલી આવી અને સઆથે શ્રમિકોને પગપાળા જવાની કોશિશ કરી તો કાયદો વ્યવસ્થા બગડી હતી. આખરે કેન્દ્ર સરકારે શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવીને આ શ્રમિકોના ઘરે જવાની વ્યવસ્થા કરી. લગભગ 20 દિવસમાં ટ્રેન યાત્રાના સમયે 80 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
સરકારે જાહેર કર્યા આંકડા
રેલ્વે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કર્યો છે. હાલ સુધી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં 80 પ્રવાસી શ્રમિકોના મોત થયા છે. તેમાં એક વ્યક્તિનું મોત કોરોના વાયરસથી થયું છે. જ્યારે 11 અન્ય લોકોના મોત પહેલાંની કોઈ બીમારીના કારણે થયા હતા. રેલ્વે અધિકારીઓએ જાહેર કરેલો ડેટા 9-27 મેની વચ્ચેનો છે.
આ કારણે પણ વધી રહી છે ચિંતા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ક્ષમિક ટ્રેન રસ્તો ભૂલી પડવાના સમાચાર પણ આવ્યા છે. ત્યારબાદ મજૂરોને લઈને ચિંતા વધી છે. અનેક ટ્રેન એવી છે જે એક દિવસની મુસાફરી 4થી 5 દિવસમાં કરે છે. તેને લઈને સતત મીડિયામાં રિપોર્ટ્સ જોવા મળી રહ્યા છે.
શ્રમિકોની મુશ્કેલીઓ માટે રેલ્વેને નોટિસ પણ મળી હતી
રાષ્ટ્રિય માનવાધિકાર આયોગની તરફથી શ્રમિક ટ્રેનોમાં શ્રમિકોની મુશ્કેલીઓના માટે રેલ્વેને નોટિસ પણ મળી હતી. માનવાધિકાર આયોગની તરફથી ગુજરાત, બિહારના ચીફ સેક્રેટરીને નોટિસ જાહેર કર્યું છએ. આ સિવાય કેન્દ્રીય ગૃહ સચિવ, રેલ્વે બોર્ડના ચેરમેનને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ સિવાય ટ્રેનમાં પાણીની ખામી, ભૂખ અને જરૂરી સામાનની ખામીના કારણે શ્રમિકોના મોત કે બીમારીને લઈને રાષ્ટ્રિય માનવાધિકાર આયોગે નોટિસ જાહેર કરી છે.
ક્યાં કેટલા શ્રમિકોના થયા મોત
NHRCની તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે જેમાં મુઝફ્ફરપુરમાં 2 લોકોના મોત થયા છે. દાનાપુરસ સાસારામ, ગયા, બેગૂસરાય અને જહાનાબાદમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. તેમનું મોત ભૂખના કારણે થયું છે. જ્યારે ગુજરાતના સુરતથી નિકળેલી એક ટ્રેન લગભગ 9 દિવસ બાદ બિહાર પહોંચી હતી.
કોરોના વાયરસના સંકટના કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. આ કારણે કરોડો પ્રવાસી શ્રમિકો ફસાઈ ગયા હતા. ગૃહ રાજ્ય પરત મોકલવા માટે શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રના અનુસાર હાલ સુધીમાં 3700 ટ્રેન ચાલી છે. અને લગભગ 91 લાખ મજૂરોને પરત મોકલાયા છે. પ્રવાસી શ્રમિકોના સંકટને લઈને સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી કરી. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ કર્યો કે પ્રવાસી શ્રમિકોના ઘરવારસીના કોઈ પણ રૂપિયા લેવામાં આવ્યા નથી. પછી તેઓ બસથી આવ્યા હોય કે ટ્રેનથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.