બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / 8 yog will be made on janmashtami this year

જન્માષ્ટમી / 400 વર્ષ બાદ જન્માષ્ટમીએ બની રહ્યા છે 8 શુભ સંયોગ, પાંચ મુહૂર્તમાં કરો પૂજા; ખરીદી માટે પણ સારો દિવસ

Khevna

Last Updated: 01:45 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જન્માષ્ટમી પર 400 વર્ષ બાદ 8 યોગનો મહાસંગમ જોવા મળશે જેથી બધા જ પ્રકારની ખરીદી માટે પણ આ દિવસ શુભ રહેશે.

  • 19 ઓગસ્ટનાં રોજ જન્માષ્ટમી માનવવાની જ્યોતિષીઓની સલાહ 
  • આ દિવસે બની રહ્યા છે 8 શુભ યોગ 
  • ખરીદી માટે પણ શુભ રહેશે આ દિવસ 

 

આ વર્ષે જન્માષ્ટમી અમુક જગ્યાએ 18 તો અમુક જગ્યાએ 19 ઓગસ્ટનાં રોજ મનાવવામાં આવશે. મથુરા, વૃંદાવન અને દ્વારિકા સાથે ઇસ્કોન મંદિરોમાં 19 તારીખનાં રોજ જ જન્માષ્ટમી મનાવવામાં આવશે. જ્યોતિષીઓનું ગણિત પણ 19 તારીખને જ શ્રેષ્ઠ જણાવી રહ્યું છે, એટલા માટે ઉત્તર ભારતમાં મોટાભાગની જગ્યાઓએ 19 ઓગસ્ટનાં રોજ જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે. આઅ દિવસે તિથી, વાર, નક્ષત્ર અને ગ્રહોથી મળીને 8 શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર, આવું 400 વર્ષ બાદ બની રહ્યું છે. 

શા માટે જન્માષ્ટમી 19 ઓગસ્ટનાં રોજ મનાવવી જોઈએ?
આ વર્ષે જન્માષ્ટમીને લઈને કન્ફ્યુઝન એટલા માટે છે કેમકે અષ્ટમી તિથી 18 ઓગસ્ટનાં રોજ આખો દિવસ નહીં રહે, પરંતુ રાત્રે લગભગ 9:30 વાગ્યાથી શરૂ થશે, પરંતુ 19 ઓગસ્ટનાં રોજ સૂર્યોદયથી રાત સુધી રહેશે. એટલા માટે ઉદયા તિથીની પરંપરા અનુસાર, મોટાભાગનાં મંદિરોમાં જન્માષ્ટમી 19 ઓગસ્ટનાં રોજ મનાવવામાં આવશે. 

શ્રી કૃષ્ણનો 5249મો જન્મોત્સવ 
પૂરીનાં જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથીનાં રોજ રાત્રે આઠમાં મુહૂર્તમાં થયો હતો. એટલા માટે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ શરૂ થઈ જાય છે. આ મુહૂર્ત આઅ વર્ષે 12:05થી 12:45 સુધી રહેશે. ગ્રહોની સ્થિતિને કારણે આ વર્ષે આ તહેવાર અત્યંત ખાસ બની ગયો છે. બનારસ, પૂરી અને તિરૂપતિનાં વિદ્વાનો પાસે હાજર ગ્રંથો અનુસાર, આ ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો જન્મપર્વ છે. 

જન્માષ્ટમી પર બનશે 8 યોગ 
19 ઓગસ્ટનાં રોજ મહાલક્ષ્મી, બુધાદિત્ય, ધ્રુવ અને છત્ર નામનાં શુભ યોગ બની રહ્યા છે સાથે જ કુલદીપક, ભારતી, હર્ષ અને સત્કીર્તિ નામનાં રાજયોગ બની રહ્યા છે. આ જ પ્રકારે જન્માષ્ટમી પર આ 8 યોગનો મહાસંયોગ ગયા 400 વર્ષોમાં બન્યો નથી. આઅ યોગોમાં પૂજા કરવાથી પુણ્ય ફળ મળે છે. 

જાણો ક્યા યોગનું શું છે મહત્વ


મહાલક્ષ્મી : ચંદ્ર અને મંગળથી બનનાર આઅ યોગમાં લેવડ દેવડ અને રોકાણ કરવું ફાયદાકારક રહે છે. 

બુધાદિત્ય : આ શુભ યોગ સૂર્ય અને બુધથી બને છે. આમાં કરવામાં આવેલ કાર્યોમાં સફળતાની સંભાવના વધી જાય છે. 

ધ્રુવ : તિથી, વાર અને નક્ષત્રથી બનતો આઅ યોગ શુભ કાર્યો માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. 

છત્ર : શુક્રવાર અને કૃતિકા નક્ષત્રથી બનતો આ યોગ નોકરી તથા બિઝનેસ શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે. 

કુલદીપક :  બુધ, ગુરુ અને મંગળથી બની રહેલ આ શુભ યોગમાં ભગવાનની પૂજાથી સંતાનની પ્રગતિ થાય છે. 

ભારતી : આ યોગ ગુરુ અને મંગળથી બને છે. આ યોગમાં કરવામાં આવતા કામોમાં પુણ્ય વધી જાય છે. 

સત્કીર્તિ ; નોકરી તથા બિઝનેસની શરૂઆત માટે આ યોગને અતીયન્ટ ખાસ માનવામાં આવે છે. 

દિવસમાં પૂજાનાં પાંચ મુહૂર્ત 
કૃષ્ણ જન્મોત્સવ રાત્રે મનાવવાની પરંપરા છે. પરંતુ અમુક લોકો રાત્રે ભાગવાનની પૂજા કરતાં નથી, જેને કારણે દિવસે અષ્ટમી તિથી દરમિયાન શુભ મુહૂર્તમાં કૃષ્ણ પૂજા કરી શકાય છે. આ માટે વિદ્વાનોએ રાહુકાળનું ઢીયાન રાખતા શુભ લગ્ન અને ચોઘડિયા મુહૂર્ત જણાવ્યા છે. આ પ્રકારે દિવસે પૂજા માટે કુલ 5 શુભ મુહૂર્ત જણાવવામાં આવ્યા છે. 

ખરીદી માટે શુભ દિવસ 
ડૉ. મિશ્ર અનુસાર, આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં પોતાનાં મિત્ર ગ્રહ મંગળ સાથે એક જ રાશિ તથા નક્ષત્રમાં હાજર છે, જેથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં રોકાણ, લેવડ દેવડ અને પ્રોપર્ટીની ખરીદી - વેંચાણ કરવું ફાયદાકારક રહેશે. 

કાશી વિદ્વત પરિષદનાં મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીનું કહેવું છે કે આ દિવસે પુષ્ય નક્ષત્રમાં શુક્રનાં હોવાથી સમૃદ્ધિ આપનાર યોગ બની રહ્યો છે, જેથી દરેક પ્રકારની ખરીદી શુભ રહેશે. આ દિવસે જયા તિથી હોવાથી નવી શરૂઆતમાં સફળતા મળશે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ આ દિવસને વધારે શુભ બનાવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ