બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / 7th pay commission productivity linked bonus will effect employees salary and allowance cpc know more

તમારા કામનું / દિવાળી પહેલા આ સરકારી કર્મચારીઓને મોટો ઝટકો, આ વખતે મળશે અડધુ જ બોનસ

Arohi

Last Updated: 12:25 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના પોસ્ટલ કર્મચારીઓને મોટુ નુકસાન થયુ છે. તેમને આ વખતે દિવાળી પર અડધુ જ બોનસ મળશે.

  • કેન્દ્રના આ સરકારી કર્મચારીઓને ઝટકો 
  • આ વર્ષે અડધુ જ મળશે બોનસ 
  • જાણો સરકારે શું લીધો છે નિર્ણય 

કેન્દ્રીય પોસ્ટલ કર્મચારીઓના દિવાળી બોનસ પર ગ્રહણ લાગી ગયું છે. કેન્દ્ર સરકારના પોસ્ટલ કર્મચારીઓને મોટું નુકસાન થયું છે. આ વખતે દિવાળી પર આ કર્મચારીઓને અડધુ જ બોનસ મળશે. આ કર્મચારીઓને નાણા મંત્રાલયે 120 દિવસનું બોનસ આપવાનો સ્પષ્ટ પણે ઈનકાર કરી દીધો છે.  મંત્રાલયે કહ્યું છે કે આ વખતે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના યોગ્ય કર્મચારીઓને આ વખતે ફક્ત 60 દિવસનું જ બોનસ આપવામાં આવશે. 

મંત્રાલયે પ્રસ્તાવને માનવાનો ઈનકાર કર્યો
ભારત સરકારમાં અંડર સેક્રેટરી અશોક કુમારે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે મિનિસ્ટ્રીને આ પ્રસ્તાવ મોકલ્યો હતો કે નોન ગેજેટ કર્મચારીઓને 120 દિવસનું Productivity Linked Bonus આપવામાં આવશે. પરંતુ મિનિસ્ટ્રીની તરફથી આ પ્રસ્તાવને માનવાથી ઈનકાર કરવામાં આવ્યો છે. એટલે કે આ વખતે 120 દિવસની જગ્યા પર 60 દિવસનું Productivity Linked Bonus દિવાળી પર મળશે. 

આટલું જ મળશે બોનસ 
અંડર સેક્રેટરી અશોક કુમારનો આદેશ આવ્યા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે પોતાના દરેક રીઝનલ ઓફિસોમાં આ સુચના મોકલાવી છે કે 60 દિવસના બોનસની રીતે Gramin Dak Sevak, Casual Laborers, Group Bને નોન ગેજેટેડ ઓફીસરો, MTS અને ગ્રુપ સીના કર્મચારીઓને 7000 રૂપિયા મળશે. તેના ઉપર કોઈ પણ કર્મચારીઓને કોઈ રકમ બોનસની રીતે નહીં મળે. 

આ રીતે કાઢો બોનસ 
ઓઈલ ઈન્ડિયા એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી એચએસ તિવારીએ જણાવ્યું કે Productivity Linked Bonusને કાઢવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તેમાં Basic Pay, S.B. Allowance, Deputation (Duty) Allowance, Dearness Allowance અને Training Allowanceને પણ શામેલ કરવામાં આવે છે. ત્યાર બાદ કર્મચારીઓને વાર્ષિક આધાર પર Bonusની રકમ મળશે. 

રેલવે કર્મચારીઓને પણ બોનસનું એલાન 
મહત્વનું છે કે આ પહેલા કેન્દ્ર સરકારે દશેરા પર Indian Railwaysને બોનસ આપવાની જાહેરાત કરી હતી. JCM, Staff Sideના પદાધિકારી શિવ ગોપાલ મિશ્રાએ બોનસની રકમ પર નિરાશા જરૂર જતાવી હતી. તેમણે જણાવ્યા અનુસાર રેલવેમાં કર્મચારીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે જેમાં વર્ક લોડ વધી ગયું છે. એક એક કર્મચારીઓ પર કામનું પ્રેશર ખૂબ વધારે છે. કર્મચારીઓ વધારે કામ કર્યું છે, તો બોનસની રકમ પણ વધારે મળવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ