બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:42 PM, 29 December 2021
ADVERTISEMENT
મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18 હજાર રૂપિયાને બદલે 26 હજાર રૂપિયા હોઈ શકે છે.
ADVERTISEMENT
ફિટમેન્ટ ફેક્ટર વધારી શકાય છે
મળતી માહિતી મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારવા માટે માત્ર ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારશે તો કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી એટલે કે બેઝિક સેલરી વધીને 26,000 થઈ શકે છે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જાય તો શક્ય છે કે બજેટ પહેલા તેનો અમલ કરવામાં આવે.
લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની કરાઈ રહી છે માગણી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયગાળાથી માગણી કરી છે કે, તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવામાં આવે. પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને લઈને સરકાર વિચાર કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટથી મંજૂરી મળી શકે છે. કેબિનેટના એપ્રૂવલ બાદ તેને ખર્ચમાં સામેલ કરવામાં આવી શકે છે.
તમામ ભથ્થામાં થશે વધારો
જો બેઝિક પે 18,000 રૂપિયાથી વધીને 26000 રૂપિયા થઈ જાય છે તો મોંઘવારી ભથ્થા વધી જશે. મોંઘવારી ભથ્થુ બેઝિક વેતન 31 ટકા છે, DAનું કેલક્યૂલેશન ડીએના દરને બેઝિક પેથી ગુણીને કાઢવામાં આવશે, એટલે કે, બેઝિક વેતન વધતા મોંઘવારી ભથ્થુ પણ વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
Priyankka Triveddi
બિઝનેસ / દાવ લગાવી દેજો! 100 રૂપિયાને પાર જશે આ કંપનીના શેર, એક્સપર્ટનું બાય રેટિંગ
Pravin Joshi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.