બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / 70 high profile people Inquiry drug scandal Bopal Ahmedabad

કાર્યવાહી / ડ્રગ્સકાંડમાં અમદાવાદના 70થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પૂછપરછ, 2 જાણીતા બિલ્ડરના દીકરાના નામ આવ્યા સામે

Hiren

Last Updated: 05:44 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી ગુજરાતના દરિયાકાંઠેથી તપાસ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. પરંતુ અમદાવાદમાં રહીને વિદેશથી એરકાર્ગો મામલે ડ્રગ્સ મંગાવવાના એક હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદથી ડ્રગ્સકેસમાં ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

  • અમદાવાદથી ડ્રગ્સકેસમાં ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
  • બંને શખ્સોની પૂછપરછ દરમિયાન શહેરના 2 જાણીતા બિલ્ડરના દીકરાના નામ આવ્યા સામે
  • ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 70થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પુછપરછ કરાઈ 

છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. જેની કિંમત લાખો નહીં કરોડોમાં હતી. પરંતુ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકાના દેશો નહીં, હવે અમેરિકા જેવા દેશોમાંથી ડ્રગ્સની સપ્લાય ગુજરાતમાં થતી હોવાના એક ખુલાસાએ ખળભળાટ મચાવી દિધો છે. કારણકે ઝડપાયેલા આરોપીઓ આખુ રેકેટ અમદાવાદમાં બેઠાબેઠા ચલાવતા હતા. ડ્રગ્સ કેસમાં VTV ન્યૂઝ પાસે ચોંકાવનારી માહિતી સામે આવી છે. વંદીત પટેલ અને પાર્થ શર્માની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

70થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પુછપરછ કરાઈ

બંને શખ્સોની પૂછપરછ દરમિયાન અમદાવાદ શહેરના 2 જાણીતા બિલ્ડરના દીકરાના નામ આવ્યા સામે છે. એક નબીરાની પૂછપરછ પણ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 70થી વધુ હાઇપ્રોફાઇલ લોકોની પુછપરછ કરાઈ છે. તમામ 70 નબીરાઓનું ફેમિલી બેકગ્રાઉન્ડ હાઇપ્રોફાઇલ હોવાનો પોલીસનો ખુલાસો થયો છે. એક નબીરાની પુછપરછ પણ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. નશો કરનારા લોકોની તપાસ હજુ પણ ચાલુ છે. આ તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ પણ લેવાઇ રહી છે. 

વંદિત પટેલે અમેરિકાથી ખરીદીને ચીન અને ન્યુઝીલેન્ડમાં પણ મોકલ્યું હતું ડ્રગ્સ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું હતું કે, સાઉથ બોપલમાં સલૂન ચલાવતા સેટેલાઇટના એક વ્યક્તિએ ચીનના શાંઘાઈ અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ડ્રગ્સ મોકલ્યું હતું. જે તેણે અમેરિકામાંથી ખરીદ્યું હતું. 27 વર્ષીય આરોપી વંદિત પટેલે ગુજરાત અને અન્ય રાજ્યોમાં 50 જગ્યાએ 300 વખત ડ્રગ્સ પહોંચાડ્યું હતું. કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમેરિકાથી ગુજરાત અને રાજસ્થાનના 50 કરતા વધુ સરનામા પર લાવવામાં આવતું હતું. અને તેની ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં થતી હતી.

અમદાવાદ ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'પટેલે ચીન અને ન્યુઝીલેન્ડમાં તેના મિત્રોને ડ્રગ્સવાળા પાર્સલ મોકલ્યા હતા. તેણે યુએસના કેલિફોર્નિયામાંથી ડ્રગ્સનો સોર્સ કર્યો હોઈ શકે છે, જે અંગે તપાસ ચાલી રહી છે.'

ચાર આરોપીઓની ધરપકડ બાદ થયા છે ખુલાસા

આ ચાર યુવાનો દેખાવે ભલે સામાન્ય લાગતા હોય, પરંતુ ડિજિટલાઈજેશનના જમાનામાં આ આરોપીઓએ ઈન્ટરનેટને જ નાશાખોરીનું સામાન મેળવવાનું સાધન બનાવી દિધું હતું. વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપુલ ગોસ્વામી અને જીલ પરાતે આ ચારેય આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. હવે તેમણે પોલીસ સમક્ષ તેમના કાંડના જે-જે ખુલાસા કર્યા છે, તે ખરેખર ચોંકાવનારા છે.

ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી વંદિત પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જ્યારે વિપુલ ગોસ્વામી, કુખ્યાત ગેંગસ્ટર વિકી ગોસ્વામીનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આડમાં અમેરિકા ડ્રગ્સ મંગાવતા હતા. કોઈને શંકા ન જાય એ માટે સરનામા પણ અલગ અલગ રાખતા હતા. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાનો ખુલાસો થયો છે. મોડસ ઓપરેન્ડી એવી હતી કે બંધ મકાનના સરનામા પર પાર્સલ મંગાવવામાં આવતા હતા. પછી પાર્સલ રિટર્ન થતાં આરોપી એજન્ટને મળી પાર્સલ છોડાવી દેતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ