બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 police personnel suspended including in charge PI

મહેસાણા / વિડજ ગામે દેશી દારુ ઝડપાતા કડી ઇન્ચાર્જ PI સહિત 7 પોલીસ કર્મી સસ્પેન્ડ, રેન્જ IG અને SPએ કરી કાર્યવાહી

Kishor

Last Updated: 11:47 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના વિડજ ગામેથી દારૂ ઝડપાવા મામલે પોલીસ કર્મીઑ પર તવાઇ બોલાવી રેન્જ IG અને SP દ્વારા ઇન્ચાર્જ PI સહિત 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે.

  • કડી ઇન્ચાર્જ PI સહિત 7 સસ્પેન્ડ
  • કડી D સ્ટાફના PSI પણ સસ્પેન્ડ
  • રેન્જ IG અને SP દ્વારા કાર્યવાહી

મહેસાણા જિલ્લાના વીડજ ગામે તાજેતરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મહેસાણાના કડી ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરા સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ આલમમાં સોંપો પડી ગયો છે. 

ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી
આ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વીડજ ગામે એક અઠવાડિયા અગાઉ  સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી.આ દરમિયાન અઢી લાખથી વધુનો દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો અને દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરાયો હતો આ સાથે જ ત્રણ આરોપીઑપણ પોલીસ ઝપટે ચડયા હતા. ત્યારબાદ આ મુદ્દે  ફરજ દરમ્યાન બેદરકારી બદલ રેન્જ આઇજી દ્વારા ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરાને બે દિવસ પહેલાઆ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રેન્જ આઇજી અને SP દ્વારા PI, કડી D સ્ટાફના PSI સહીત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.  

રેન્જ આઇજી અને SP દ્વારા પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ
ઉલ્લેખની છે કે દારૂબંધીના કાયદા વાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી હચમચાવી નાખતી ઘટના હજુ તાજી જ છે.  જેને લઈને અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા હતા. ત્યારબાદ દારૂનું દૂષણ થોડા ઘણા અંશે કાબૂમાં આવ્યું હતું. ત્યારબાદ ફરી આ દુષણ વકરતું હોય તેવી સ્થિતિ સર્જાતાં પોલીસ કર્મીઑ સામે ઉચ્ચકક્ષાએથી આકરા પગલાં લેવાયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ