બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5000 truck-trailers loaded with wheat stuck at Kandla port

વાહનોના થપ્પા / મોદી સરકારના એક નિર્ણયના કારણે કંડલામાં 5000 ટ્રકનો ચક્કાજામ, ડ્રાઈવરો ગુસ્સે થતાં પોલીસમાં દોડધામ

Kishor

Last Updated: 06:41 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા ઘઉંની નિકાસ અટકાવી દેવામાં આવતા કંડલા બંદર પર ઘઉં ભરેલા 5000 ટ્રક-ટ્રેલર અટવાઈને ઊભા છે.

  • ટ્રકો ખાલી ન થતાં ડ્રાઈવરોમાં આક્રોશ
  • કંડલા ખાતે પરિવહન સેવા ખોરવાઇ 
  • 2 દિવસથી ઘઉં હેંડલીંગની કામગીરી પણ બંધ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંની નિકાસ પર શરતોને અધીન રોક લગાવી દેવામાં આવી છે. બજારમાં ઘઉંની કિંમતમાં ઝીંકાયેલ ભાવ વધારાને પગલે અને માર્ચ મહિનાની મધ્યમાં વાતાવરણમાં એકાએક ગરમી વધી જતાં ઘઉંમાં સ્ટાર્ચ અને પ્રોટીન વિકસવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. જેને પગલે એકરદીઠ ઘઉંની ઉપજમાં ઘટાડાની ભીતિ સર્જાઇ રહી છે. આ પ્રશ્નોને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં સરકારનાં આ એક નિર્ણયને પગલે કંડલામાં એકસામટા  5000 ટ્રકના થપ્પા લાગી ગયા છે. ચક્કાજામને પગલે કંડલામાં પરિવહન સેવા ખોરવાઇ છે તો ટ્રકચાલકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે.

 

ઘઉં ભરેલ ટ્રક અને ટેલરના થપ્પા
ઘઉંની નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવેલ પ્રતિબંઘને પગલે કંડલા પોર્ટ પર ટ્રક અને ટેલરને ચક્કાજામ જોવા મળ્યો છે. કંડલા પોર્ટ પર ઘઉં ભરેલા 5000થી વધુ ટ્રક અને ટેલર અટવાઈને ઊભા છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણય બાદ ટ્રક અને ટેલરને તંત્ર દ્વારા ખાલી કરવા ન દેવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે. જેને લઈને ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ટ્રક અને ટેલરના ચક્કાજામના કારણે કંડલા ખાતે અન્ય પરિવહન સેવા પણ ખોરવાઈ છે. ઘઉંના જથ્થાથી ખીચોખીચ ભરેલ ટ્રક ખાલી કરવા ન દેવાતા ટ્રક ચાલકોને અગાઉના અન્ય ભાડા જતા કરી દેવાની નોબત આવી પડી છે. જેથી તેની મુશ્કેલી વધી છે ઉપરાંત આર્થિક નુકસાની પણ સહન કરવાનો વારો આવ્યો છે. આથી ડ્રાઈવરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

મામલો થાળે પાડવા પોલીસની કવાયત 
બીજી તરફ આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ પણ તત્કાલીક બંદર ખાતે  દોડી ગઈ છે. પોલીસ દ્વારા મામલો થાળે પાડવા અને અટવાયેલ પરિવહન સેવા રાબેતા મુજબ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નિકાસ પર પ્રતિબંધના લીધે કંડલા બંદરે 2 દિવસથી ઘઉં હેંડલીંગની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ