બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / 500 fine and no business even if you come drunk

જેતપુર / દારૂ પીને આવ્યા તો 500 દંડ અને કરિયાવર પણ નહીં મળે, કોળી સમાજની સમૂહ લગ્નની કંકોત્રી થઈ વાયરલ

Vishal Khamar

Last Updated: 05:35 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પ્રસંગમાં દારૂ પીવડાવવો એક ફેશન બની ચૂક્યું છે. જેતપુર કોળી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવની કંકોત્રીમાં લખ્યું છે કે, સમુહ લગ્નમાં દારૂ પી ને આવવું નહી. અને જો આવશો તો રૂપિયા 500 દંડ લેવામાં આવશે.

  • લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે
  • કોળી સમાજની દારૂબંધીને સમર્થન આપવા આયોજકોએ અનોખી પહેલ
  • લગ્ન મહોત્સવમાં દારૂ પી ને ન આવવું, જો આવશો તો 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે

 ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે રાજકોટના જેતપુરના કોળી સમાજની દારૂબંધીને સમર્થન આપવા આયોજકોએ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ સમૂહ લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પીને ન આવવું અને જો આવશો. તો  ૫૦૦ રૂપિયાનો દંડ થશે. અને જો વર-કન્યા પક્ષના માણસ જણાશે તો તેમને કરિયાવર આપવમાં નહિ આવે અને ૫૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે' ! હાલ આ કંકોત્રી સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ચુકી છે. અને લોકો આયોજકોની અનોખી પહેલને બિરદાવી રહ્યા છે.

એક નવતર લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય બની
હાલ ગુજરાતમાં લગ્નગાળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. અને લગ્નના સમયે નોટો ઉડાડવી, ફાયરિંગ કરવા , દારૂ પીને નાચવાના દૂષણોએ માઝા મૂકી દીધી છે. અને વારંવાર આ પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તો ક્યાક નવતર પહેલા પણ આવકાર્ય બની રહી છે. હાલમાં એક નવતર લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય બની હતી. ખાસ તો લગ્ન પ્રસંગોમાં દારૂનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અને સમૂહ લગ્ન કે ઘરે લગ્ન હોય તેમના આયોજકો માટે સૌથી મોટો ચિંતાનો વિષયએ હોય છે કે તેમને ત્યાં આવતા મહેમાનો દારૂનો નશો કરીને ન આવે, દારૂ પીને આવતા લોકો પ્રસંગની મજા બગાડતા હોય છે. ત્યારે જેતપુરના કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં દારૂના દૂષણને દૂર કરવા એક અનોખી પહેલ કરી છે.

આયોજકો દ્વારા વ્યસન મુક્તિ માટે નવી પહેલ કરી

સમુહ લગ્નની કંકોત્રીમાં લખવામાં આવેલ લખાણથી ચર્ચાનું કેન્દ્ર
તા 12 નાં રોજ જેતપુર ખાતે ઠાકોર, કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના આયોજકો એ સમૂહ લગ્નની આ કંકોત્રીમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કંકોત્રીમાં ' સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પી ન આવું આવવા પર ૫૦૦ રૂપિયાનો દંડ થશે. અને જો વર-કન્યા પક્ષના માણસ જણાશે તો તેમને કરિયાવર આપવામાં નહિ આવે અને ૫૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે'.
વ્યસનમુક્ત બનાવવા એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું
આ સમૂહ લગ્નના આયોજકનાં જણાવ્યા અનુસાર કે, સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે. અન્ય સમાજો પણ પ્રેરણા લે જેથી સમાજમાં ફેલાયેલ દારૂનું દૂષણ દૂર થાય. આ સમૂહ લગ્નમાં કંકોત્રીમાં કરવામાં આવેલી પહેલને લોકો આવકારી રહ્યા છે. તો બીજી તરફ લગ્નમાં દારૂનું દૂષણ કેટલી હદે વધ્યું છે કે સમૂહ લગ્નનાં આયોજકોએ કંકોત્રીમાં ‘દારૂ પીને ન આવવું’ તેવું લખાવવું પડી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ