દૂધ સાથે આ વસ્તુઓ ખાવાથી થઇ શકે છે મોટું નુકસાન

By : kaushal 04:23 PM, 17 May 2018 | Updated : 04:43 PM, 17 May 2018
દૂધ એક સંપૂર્ણ આહાર છે તેથી જ આપણ તેનુ નિયમિત સેવન કરી એ છીએ. દૂધમા રહેલા વિટામિન્સ અને મિનરલ્સના કારણે હંમેશા લોકો તેને કોઈ પણ સમયે પી લેતા હોય છે. પણ આયુર્વેદમાં દૂધ સાથે કેટલાક આહારોને વર્જિત માનવામાં આવ્યો છે.દૂધ  સાથે લીંબુ, ફણસ, કારેલા કે પછી મીઠાનો ક્યારેય પણ એકસાથે ઉપયોગ ન કરવો જોઈએ. આ તમને લાભ પહોંચાચાડવાને બદલે નુક્શાન પહોંચાડી દેશે. જેનાથી તમારે શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દૂધ સાથે મગ, અડદ, ચણા વગેરે દાળો, ગાજર, શક્કરિયુ, બટાકા-તેલ, ગોળ, મદ્ય, દહીં, નારિયેળ, લસણ, તમામ મીઠાયુક્ત તેમજ એસિડિક પદાર્થ ન ખાવો જોઈએ. તેના વચ્ચે લગભગ 2 કલાકનું અંતર અવશ્ય રાખો. જો તમે અડદની દાળને દૂધ સાથે ખાઓ છો તો હાર્ટઅટેક નું જોખમ વધી જતુ હોય છે.દૂધને ક્યારેય પણ નમકીન અને ખાટી વસ્તુઓ સાથે ન લેવું જોઈએ, આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થમાં મુળોનો ઉપયોગ થયો છે તો તેના બાદ તરત દૂધ ન પીવુ જોઈએ કેમકે તેનાથી દૂધ ઝેરી થઈ શકે છે. સાથે જ ત્વચા સબંધિત રોગોની પણ આશંકા રહેલી છે.દૂધની તાસીર ઠંડી હોય છે માટે તેને કોઈ પણ ગરમ વસ્તુ સાથે ન લેવું જોઈએ, આવુ કરવાથી ગેસ, એલર્જી જેવી બીમારીઓ થઈ શકે છે.
 


દૂધ સાથે ફળ ખાઓ છો તો દૂધની અંદરનું કેલ્શિયમ ફળોના ઘણા એન્જાઈમ્સને એબજોર્બ કરી લે છે, સંતરા અને અનાનસ જેવા ખાટા ફળ તો દૂધ સાથે બિલ્કુલ ન લેવા જોઈએ, ઘણા લોકો દૂધ સાથે કેળાને ખાતા હોય છે જે બરાબર નથી કારણ કે કેળુ કફ વધારે છે અને દૂધ પણ કફ વધારે છે બંન્નેને સાથે ખાવાથી કફ વધે છે અને પાચન પર પણ અસર પડે છે.  Recent Story

Popular Story