બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 5 new Omicron cases in Karnataka, 4 more in Telangana; India's tally now 87

મહામારી / ઓમિક્રોનની ઘાતક ઝડપથી ભારતમાં હાહાકાર, આજે નોંધાયા આટલા કેસ દેશમાં 87 દર્દી સંક્રમિત

Hiralal

Last Updated: 10:02 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. અત્યાર સુધી 87 કેસ નોંધાયા છે.

  • ભારતમાં વધવા લાગ્યા ઓમિક્રોનના કેસ 
  • અત્યાર સુધી 87 કેસ નોંધાયા
  • હૈદરાબાદમાં 4 નવા કેસ

ભારતમા કોરોનાના અત્યંત ચેપી વેરિયન્ટ ઓમિક્રોનની ઝડપ વધી રહી છે. ગુરુવારે એક દિવસમાં દેશમાં ઓમિક્રોનના 13 થી વધારે કેસ નોંધાયા છે. તેલંગાણા અને કર્ણાટકમાં 4-4 કેસ, તો ગુજરાતમાં 1 અને મહારાષ્ટ્રમાં 4 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોનના કુલ 87 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 10, કેરળમાં 5, ગુજરાતમાં 5, કર્ણાટકમાં 8, તેલંગાણામાં 6, બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા છે.ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટક આવ્યો હતો. ત્યારથી તે દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયો છે દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 87 કેસ નોંધાયા છે. 

કર્ણાટકમાં મળી આવેલા 5 કેસમાં 3 વિદેશથી પરત ફર્યા
ગુરુવારે કર્ણાટકમાંથી મળેલા ઓમિક્રોન દર્દીઓમાંથી 3 વિદેશથી પરત ફર્યા છે. જ્યારે 2 દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યા છે. વિદેશથી પાછા ફરેલા લોકોમાં યુકેથી પરત ફરેલા 19 વર્ષના યુવક, નાઇજીરિયાના 52 વર્ષીય વ્યક્તિ અને દક્ષિણ આફ્રિકાના 33 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે.

મુંબઈમાં નવા વર્ષના દિવસે મોટી ઇવેન્ટ્સ નહીં યોજાય 

મુંબઈમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ક્રિસમસ અને નવા વર્ષના મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાંક સંકુલોમાં રૂફટોપ ઇવેન્ટ્સ પર પ્રતિબંધ રહેશે. રહેણાંક સોસાયટીઓમાં પણ મોટા કાર્યક્રમો થઈ શકશે નહીં. લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં પણ ઓમિક્રોનમાં વધુ એક કેસ નોંધાયો, ટોટલ કેસ-5 

ગુજરાતને ઓમિક્રોનનો વધુ એક નવો કેસ મળ્યો છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ઓમિક્રોન કેસ વડનગરમાં આવ્યો છે, જ્યાં એક મહિલા નવા વેરિએન્ટથી સંક્રમિત મળી આવી છે. આ મહિલા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી નથી. પરંતુ તાજેતરમાં મહિલાના સંબંધીઓ ઝિમ્બાબ્વેથી એક પરિવારના નિધનમાં ભાગ લેવા આવ્યાં હતા અને મહિલાને ત્યારે ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ