બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / 4 months old ikhnur without passport rescued by india from kabul

અફઘાનિસ્તાન / કાબુલ એરપોર્ટ પર ફસાયો હતો ચાર મહિનાનો માસૂમ બાળક, ભારતે નિયમો નેવે મુકીને આ રીતે બચાવી લીધો

Mayur

Last Updated: 12:14 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અફઘાનિસ્તાનમાંથી પોતાના લાગતાં વળગતા તમામને કાઢવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે સાંભળીને કોઇની પણ આંખોના ખૂણા ભીંજાઇ જાય!

ભારતે તાલિબાન આતંકીઓ સામે ભારતીયોના જીવ બચાવવા માટે 'મિશન દેવી શક્તિ' શરૂ કર્યું છે. માં દુર્ગાનાં નામ હેઠળ સરકાર દ્વારા તાલિબાનો સામે નિશસ્ત્ર અફઘાન નાગરિકોની રક્ષા માટે ભારતીય અભિયાનને આ નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત દ્વારા દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે શક્ય એટલા તમામ લોકોના જીવ બચાવી શકાય. પરંતુ આ આખી પ્રક્રિયા એક પ્રોટોકોલ અને નિયમાધીન છે. હવે તાજેતરમાં જ એક ઘટના બની હતી જેમાં કાગળકામના કારણે એક માસુમના જીવ પર વાત આવીને અટકી હતી ત્યારે ભારતે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બાળકને અફઘાનિસ્તાનથી કાઢ્યું હતું. 

4 મહિનાથી પણ ઓછી ઉંમરનો માસૂમ ભારત આવ્યો 
અફઘાનિસ્તાનમાં મચેલી તબાહી વચ્ચે આઅ બધાથી તદ્દન અજાણ એવો ઇખનૂર સિંહ માત્ર ચાર મહિનાનો છે. માતા પિતાએ તેનો પાસપોર્ટ ન્હોતો બનાવ્યો. પરંતુ જ્યારે તાલિબાની આતંકીઓએ કાબુલ પર હુમલો કર્યો ત્યારે અફઘાનીઓમાં દેશ છોડવા માટે ભાગદોડ મચી ગઈ હતી. તમામ લોકો જીવ બચાવીને પોતાના ઘર છોડીને બીજા દેશ જવા લાગ્યા હતા. ઇખનૂરના માતાપિતા પણ ભારતીય અધિકારીઓ પાસે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તેમના ખોળામાં જે નાનકડું બાળક છે તેનો પાસપોર્ટ તેઓ નથી બનાવી શક્યા. 

પ્રતીકાત્મક તસવીર

માસૂમ માટે નિયમો નેવે મૂક્યા 
ભારતીય અધિકારીઓએ કાગળ કામ કરવાની બિલકુલ ચિંતા કરી ન્હોતી અને આંતરરાષ્ટ્રીય યાત્રાના નિયમો તોડતા બાળક સાથે તેના માતા પિતાને ભારત મોકલી દીધા હતા. ઇખનુરના કાગળ ફ્લાઇટ દરમિયાન જ તૈયાર કરવામાં આવ્યા હતા અને જ્યારે હિંડન એરબેઝ પર ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે તો બધી જ ઔપચારિક્તા પૂરી થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન સંકટને ધ્યાનમાં રાખીને હીંડન એરપોર્ટ પર ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ ખોલવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનથી આવશે બે બાળકો 
કેરપાલ સિંહ અને તેમની પત્ની ઇખનુંર સાથે ત્રણ બાળકોને લઈને રવિવારે વાયુસેનાના વિમાન C-17 દ્વારા ભારત પહોંચેલા અફઘાની જૂથમાં સામેલ હતા. હજુ બીજા બે ઇખનુર જેવા બાળકો ત્યાં છે જેને હવે ભારત લાવવાના છે.   આમાંથી એક બાળકનો જન્મ 11 ઓગસ્ટે જ થયો હતો જ્યારે બીજાનો જન્મ મે મહિનામાં થયો હતો. 

કિસ્મત બદલાઈ ગઈ 
ઇખનુરના પિતા કેરપાલ સિંહ આઅ ઘટના વિષે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે 10 દિવસ એક્દમ ખરાબ રીતે પસાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ભારત સરકારે મદદનો હાથ લંબાવ્યો ન હોત તો અફઘાનિસ્તાનથી નીકળવું અશક્ય હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ