બિહારમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ સરકાર સાથે છેતરપિંડી કરી
40 લાખ લોકોએ ટોઈલેટ બનાવવા બે વખત અરજી કરી
દસ્તાવેજોની તપાસ સમયે મામલો બહાર આવ્યો
આવા અરજદારો સામે કાર્યવાહી શરૂ થશે: ગ્રામીણ વિકાસ મંત્રી
બિહારમાં પણ શૌચાલય કથિત કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી. જોકે 12,000 રૂપિયા વિતરણના દસ્તાવેજોની તપાસ કરતાં સમયે આ મામલો બહાર આવ્યો છે.
બિહારમાં 40 લાખ લોકોએ ટોઈલેટ બનાવવા બે વખત અરજી કરી
બુધવારે બિહાર વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન એક્ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ બિહાર સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. વાત જઅને એમ છે કે, એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી.
શુ કહ્યું ગ્રામીણ વિકાસ મંત્રીએ ?
ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, અધિકારીઓ લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન (LSBA) યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાના વિતરણના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ મામલો સામે આવ્યો છે.
અરજદારો સામે કાર્યવાહી થશે ?
બિહારમાં સામે આવેલા કથિત શૌચાલય કૌભાંડમાં જે અરજદારોએ ફરીથી રકમની માંગણી કરી હતી તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને બિહાર સરકાર હવે આવા અરજદારો સામે કાર્યવાહી શરૂ કરવાનું વિચારી રહી છે. મંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિકાસ વિભાગે અત્યાર સુધીમાં લગભગ 85 લાખ લોકોને આ યોજના હેઠળ ભંડોળ બહાર પાડ્યું છે, જ્યારે 37 લાખ અન્ય લોકોએ શૌચાલયના નિર્માણ માટે કેટલાક અન્ય વિભાગો પાસેથી ભંડોળ મેળવ્યું છે.
2016માં શુ કરાયું હતું લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન
લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન 2016 માં રાજ્યના ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે એમાં પણ કથિત રીતે ટોઈલેટ બનાવવા 40 લાખ લોકોએ બે વખત અરજી કરી હોવાનું સામે આવતા મોટી કાર્યવાહી થઈ શકે છે.