બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3rd to 8th Annual Examination simultaneously in all schools of Gujarat

મોટા સમાચાર / ગુજરાતની તમામ શાળાઓમાં એકસાથે ધો.3થી 8ની વાર્ષિક પરીક્ષા: 35થી ઓછા માર્કસ આવશે તો ફરી એક્ઝામ

Priyakant

Last Updated: 11:18 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં એકસાથે ધો.3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા, તમામ સ્કૂલમાં પરીક્ષાનું એક જ સમયપત્રક, જિલ્લા કક્ષાએ પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે

  • એપ્રિલમાં ધોરણ 3થી 8ની પરીક્ષાનું આયોજન
  • 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે પરીક્ષા
  • તમામ સ્કૂલમાં પરીક્ષાનું એક જ સમયપત્રક 

ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. મહત્વનું છે કે, સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો કાર્યક્રમ સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલમાં પરીક્ષાનું સમયપત્રક પણ એક જ રહેશે. 

રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. આ તરફ હવે ધોરણ 3 થી 8ની પરીક્ષાની તારીખો પણ સામે આવી છે. ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. જેને લઈ જિલ્લા કક્ષાએ આ પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.  

કેવી રીતે તૈયાર થશે પેપર ?
ગુજરાતમાં 3થી 21 એપ્રિલ દરમિયાન યોજાનાર ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાને લઈ શિક્ષણ તંત્ર કવાયતમાં લાગ્યું છે. જિલ્લા કક્ષાએ  પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. જેમાં ધોરણ 4માં અંગ્રેજી દ્વિતીય ભાષા માટે આખા વર્ષનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવાશે. આ સાથે વિદ્યાર્થીને 2 વિષયમાં 35થી ઓછા ગુણ હશે તો 2 મહિના ફરી પરીક્ષા આપવી પડશે. આ સાથે ધોરણ 5 અને 8 સિવાય કોઈ પણ ધોરણના વિદ્યાર્થીને નપાસ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.

ચોરી કરનારા વિદ્યાર્થીને મળશે કડક સજા
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ