બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 301 new cases of Corona in Gujarat

કોવિડ / ગુજરાતમાં હરતો-ફરતો કોરોના ! કેસમાં દરરોજ વધારો-ઘટાડો, આજે 301 નવા કેસ, અમદાવાદ હાઈએસ્ટ

Dinesh

Last Updated: 08:15 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 301 નવા દર્દીઓ ઉમેરાયા છે, તેમજ 149 દર્દીઓ સાજા થયા છે અને એક્ટિવ કેસ વધીને 1849 પર પહોંચ્યા છે

  • ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ
  • 24 કલાકમાં 149 દર્દીઓ સાજા થયા
  • એક્ટિવ કેસ વધીને 1849 પર પહોંચ્યા


ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 301 પોઝીટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 115 કેસ નોંધાયા
અમદાવાદમાં 115 કેસ નોંધાયા છે જ્યારે મોરબીમાં નવા 27 કેસ નોંધાયા છે.  સુરતમાં 31 તેમજ વડોદરામાં 42 અને રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 22 નવા કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 12 તેમજ બનાસકાંઠામાં 6 કેસ, ભરૂચમાં 6 કેસ, મહેસાણામાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, આણંદમાં 1 કસે, ભાવનગરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને વલસાડમાં પણ 1 કેસ નોંધાયો છે. 8 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જુઓ વિગતે

છેલ્લા 24 કલાકમાં 664 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે

149 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 301 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ આજે 149 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1849 કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે 664 લોકોને રસી અપાઈ છે.

કોરોનાથી બચવાના ઉપાય

માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 

1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.

3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.

4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.

5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.

૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.

7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.

8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Corona cases corona in gujarat gujarat corona કોરોના કેસ Corona in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ