બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / 300 people lost their lives due to heavy rains in Pakistan

મેઘકહેર / આર્થિક પાયમાલી વચ્ચે કુદરતી આફત! પાકિસ્તાનમાં ભારે વરસાદનાં કારણે 300 લોકોએ ગુમાવ્યો જીવ, ઘરવખરીને ભારે નુકસાન

Priyakant

Last Updated: 03:20 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે હવે કુદરત આફત ત્રાટકી, વરસાદે પાક અને ઘરોને  નુકશાન પહોંચાડ્યું તો વીજળી માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલને પણ નુકસાન

  • પાકિસ્તાનમાં વરસાદથી મોટું નુકશાન, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી 
  • ભીષણ વરસાદમાં અત્યાર સુધીમાં 300થી વધુ પાકિસ્તાનીઓના મોતના અહેવાલ 
  • વરસાદને કારણે વીજળી માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલને પણ ભારે નુકસાન 

પાકિસ્તાન પર આર્થિક સંકટ વચ્ચે હવે કુદરત આફત ત્રાટકી છે. પહેલાથી જ મોંઘવારીથી પરેશાન લોકો હવે વરસાદે પણ મુશ્કેલીમાં મૂક્યા છે. અહેવાલ મુજબ બગડતી પરિસ્થિતિમાં અનેક જગ્યાએ પૂરના કારણે લોકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. અહેવાલ મુજબ ભીષણ વરસાદમાં અત્યાર સુધીમાં 300 થી વધુ પાકિસ્તાનીઓના જીવ ગયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન અને કરાચી હાલમાં સૌથી વધુ વરસાદનો સામનો કરી રહ્યા છે. બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં જ 111 લોકોના મોત થયા છે. પાકિસ્તાનના મોટા શહેરોમાં ઘૂંટણથી ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અનેક રોગોનો ખતરો પણ વધી ગયો છે.

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 

વરસાદે પાકિસ્તાનમાં સ્થિતિ દયનીય બનાવી દીધી છે. રાજકારણના ગરમાટો વચ્ચે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. વરસાદના કારણે બલૂચિસ્તાનના 10 જિલ્લામાં હાઈ એલર્ટ છે. વરસાદે પાક અને ઘરોને નુકસાન પહોંચાડ્યું છે, તો વીજળી માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલને પણ નુકસાન પહોંચાડ્યું છે. 2400થી વધુ સોલાર પેનલને નુકસાન થયું છે. આ સાથે 16 ડેમની દિવાલોને પણ નુકસાન થયાના સમાચાર છે.

આ વર્ષનું ચોમાસું પાકિસ્તાનમાં સૌથી ખરાબ હોવાનું માનવામાં આવે છે. સાથે જ શહેરોની નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પણ સમસ્યાઓ વધી છે. કરાચીની સડતી ગટરના પાણીએ તમામ નાળાઓ બંધ કરી દીધી છે. રસ્તાઓ પાણીથી ભારે છે.  પાકિસ્તાનના હવામાન વિભાગના ડિરેક્ટર સરદાર સરફરાઝે AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, શહેરમાં આ મહિને અભૂતપૂર્વ 568 mm (22.3 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ આંકડો કરાચીની વર્તમાન સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો અને બે દાયકા પહેલાંની સરેરાશ કરતાં ચાર ગણો વધારે છે. ક્લાઈમેટ ચેન્જને કારણે માત્ર બે દાયકામાં કરાચીમાં સરેરાશ વરસાદમાં ચાર ગણો વધારો થયો છે.

પર્યાવરણીય એનજીઓ જર્મવોચના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તનને કારણે અતિશય હવામાન માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોની યાદીમાં પાકિસ્તાન આઠમા ક્રમે છે. આવી સ્થિતિમાં જળવાયુ પરિવર્તનની સૌથી મોટી અસર પાકિસ્તાનમાં પણ પડી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ