બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / 30 names in Ahmedabad drugs case: sons of most businessmen and officials

BIG NEWS / અમદાવાદ ડ્રગ્સ કેસમાં મોટા બિલ્ડરો-અધિકારીઓના 30 નબીરાના નામ, દુબઈ ભાગી ગયા હોવાની આશંકા

Parth

Last Updated: 12:38 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં અમદાવાદમાં હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કાંડમાં કેટલાક મોટા નબીરાઓના નામ પોલીસ સામે ખૂલ્યા છે જેમા મોટા ભાગના બિઝનેસમેનના અને મોટા બિલ્ડરોનાં દીકરા દીકરીઓ હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદના માલેતુજારૂઓના નબીરાઓ પોલીસની હિટ લિસ્ટમાં 
  • હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં ખૂલ્યા 30 નબીરાઓના નામ 
  • પોલીસથી બચવા માટે કરોડપતિ નબીરાઓ દુબઈ ભાગી ગયા હોવાની માહિતી 

ગુજરાતનાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યાં 
ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતમાં યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યું છે. અમદાવાદ જેવા મહાનગરો હોય કે પછી દરિયાકિનારાના જિલ્લાઓ એક બાદ એક કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રગ્સ કાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. વંદિત પટેલે જે નામનાં ખુલાસા કર્યા છે તેમાં અમદાવાદના મોટા મોટા માલેતુજારુઓના દીકરાઓ હોવાનું સામે આવ્યું છે. 

30 નબીરાઓના નામ ખૂલ્યા, મોટા ભાગના કરોડપતિઓની ઓલાદ 
આરોપી વંદિત પટેલે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે છેલ્લા બે જ વર્ષ તેણે 100 કિલો ડ્રગ્સ તો બહારથી મંગાવ્યું હતું. આ બધુ ડ્રગ્સથી અમીરોના દીકરાઓ નશાના રવાડે ચડયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 30 જેટલા હાઇપ્રોફાઇલ નબીરાઓના નામ ખૂલ્યા છે. 

લગ્નના બહાને દુબઈ નીકળી ગયા નબીરાઓ 
જે નબીરાઓના નામ ખૂલ્યા છે તેમાં અમદાવાદના મોટા બિલ્ડરો, ટોપ અધિકારીઓ અને બિઝનેસમેનનાં દીકરા-દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. વંદિત પટેલની ધરપકડનાં સમાચાર સાંભળીને જ આ પૈસાદાર નબીરાઓ દુબઈ ભાગી ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ નબીરાઓ લગ્ન અને ફરવાના બહાને દુબઈ નીકળી ગયા છે જેથી પોલીસની પકડથી દૂર રહી શકે. 

નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હાઇ પ્રોફાઇલ પાર્ટીઓનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે અને મોટા બિઝનેસમેન અને અધિકારીઓના દીકરા દીકરીઓ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. એવામાં છેલ્લા બે વર્ષથી 100 કિલો ડ્રગ્સ મંગાવતો વંદિત પટેલ આટલા સમય સુધી પોલીસની નજરથી દૂર કઈ રીતે રહ્યો તે મોટો સવાલ બને છે. રસ્તા પર હેલમેટ પહેર્યા વગર નીકળેલા વાહનચાલકને ગણતરીના દિવસોમાં મેમો ઘરે મોકલતી પોલીસનાં નાક નીચે બે વર્ષથી આ કાળો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો હતો? અને વંદિત પટેલ કયા રસ્તાથી કઈ રીતે ડ્રગ્સ અમદાવાદ મંગાવતો હતો તે પણ એક મોટો સવાલ છે. 

પેડલરોને પકડવા માટે પોલીસની ભાગદોડ 
અમદાવાદના બોપલમાં હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કાંડમાં આરોપી વંદિત પટેલે ગઇકાલે જ કેટલાક નવા નામોનાં ખુલાસા કર્યા હતા. સાથે સાથે સફેદ ડ્રગ્સનો કાળો ધંધો કરતાં સાત જેટલા પેડલરનાં નામ પણ જાહેર ક્રયાહ હતા. પોલીસ અત્યારે આ પેડલરને પકડવા માટે દોડાદોડ કરી રહી છે અને કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે. જોકે આ તમામ પેડલર ભૂગર્ભમાં હોવાની માહિતી સામે આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ