બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 IPS officers of gujarat will be honored with President's Medal

ગૌરવ / 15મી ઓગસ્ટે ગુજરાતના 3 IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, જાણો કોણ-કોણ

Dhruv

Last Updated: 02:17 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 3 IPS અધિકારીઓને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલથી સમ્માનિત કરાશે.

  • ગુજરાતના 3 IPS અધિકારી રાષ્ટ્રપતિ અવોર્ડથી થશે સન્માનિત
  • રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને અપાશે રાષ્ટ્રપતિ મેડલ
  • રાજકોટ ટ્રાફિકના ACP વી.આર.મલ્હોત્રાને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક

હાલ સમગ્ર દેશ અને રાજ્ય (Gujarat) માં આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે સ્વતંત્રતા દિવસ (Independence day) ના અવસર પર પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ (IPS ઓફિસર) ને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

ભાવનગરના રેન્જ IG અશોક કુમાર યાદવને પણ અપાશે રાષ્ટ્રપતિ ચંદ્રક

15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ગુજરાતના 3 IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય અને અતિ પ્રશંસનીય કામગીરીની શૃખલામાં ગુજરાતમાંથી અતિ પ્રશંસનીય સેવા બદલ આઈપીએસ અધિકારી રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પસંદગી કરવામાં આવી છે.

એ સિવાય ગુજરાતમાં IPS લેવલે જે અન્ય કાર્યદક્ષ અધિકારીઓ પસંદગી પામ્યા છે. તેમાં એક ભાવનગરના રેન્જ IG અશોક કુમાર યાદવ અને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ACP વી.આર મલ્હોત્રાની પસંદગી કરાઇ છે કે જેઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે.

6 police and 2 CBI officers of Gujarat received medals for excellence in investigation

તાજેતરમાં ગુજરાતના 6 પોલીસ તેમજ 2 CBIના અધિકારીઓને પણ મેડલથી કરાયા હતા સન્માનિત

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના 6 પોલીસ તેમજ 2 CBIના અધિકારીને મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનનું સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીની વાત કરીએ તો અભય ચુડાસમા, ગીરીશ સિંઘલ, ઉષા રાડા, સાગર બાગમાર, રાજેન્દ્રસિંહ સરવૈયા અને ભૂપેન્દ્ર દવેને આ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે CBIના એસ એસ ભદૌરીયા અને હિમાંશુ શાહને પણ મેડલથી નવાઝવામાં આવ્યા હતા.

કોને અપાય છે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન મેડલ?

આ મેડલ એવા પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે કે જેમણે કોઈપણ ગુનાની તપાસમાં ઉચ્ચ માપદંડો સાથે તેમના કાર્યમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને અસાધારણ હિંમતબતાવી છે. આ મેડલનો હેતુ પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ