26 year old swindled rs 90 crore from 100 weavers in surat gujarati news
છેતરપિંડી /
સુરત ટેક્સટાઈલ માર્કેટનું અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણું, 26 વર્ષના ઠગે વેપારીઓના 90 કરોડ ડૂબાડ્યા
Team VTV12:49 PM, 13 May 22
| Updated: 03:21 PM, 13 May 22
વિવર્સ એસોસિએશને સુરતના ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના 26 વર્ષના એક ઠગે 100 વિવર્સના 90 કરોડ ચાંઉ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
સુરતમાં ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું
26 વર્ષના ઠગે 100 વિવર્સના 90 કરોડ ચાંઉ કર્યા
વિવર્સ એસોસિએશન ગૃહમંત્રીને કરશે રજૂઆત
સુરતના ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના 26 વર્ષના એક ઠગે 100 વિવર્સના 90 કરોડ ચાંઉ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. વિવર્સ એસોસિએશન દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણાંનો આંક 65 કરોડ થયો છે. પરંતુ વિવર્સ એસો.એ આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં કદાચ અત્યાર સુધીનું આ સૌથી મોટું ઉઠમણું થશે તેવો દાવો કરાઇ રહ્યો છે. વિવર્સ એસોસિએશન દ્વારા આ અંગે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
ઠગ યુવકે ભાગીદારીમાં અલગ-અલગ 2 કંપનીઓ શરૂ કરી હતી
તમને જણાવી દઇએ કે, 26 વર્ષના આ ઠગ યુવકે ભાગીદારીમાં અલગ-અલગ 2 કંપનીઓ શરૂ કરી હતી. સુરત ફોગવાના આગેવાનો અને વેપારીઓ આ મામલે ગૃહમંત્રીને મળીને રજૂઆત કરશે. મળતી માહિતી મુજબ, સહારા દરવાજા અને જૂના બોમ્બે માર્કેટની સામે આવેલા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપાર કરતા 26 વર્ષના એક યુવકે ભાગીદારીમાં અલગ-અલગ 2 કંપનીઓ શરૂ કરી હતી. જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો. એ દરમિયાન વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી ગઈ હતી. ત્યારે ભોગ બનનાર વિવર્સ એવું કહી રહ્યાં છે કે, આ ઉઠમણું પ્લાનપૂર્વક કરવામાં આવ્યું છે. હાલમાં 65 કરોડ રૂપિયાનું ઉઠમણું સામે આવ્યું છે. પરંતુ વિવર્સો કહી રહ્યાં છે કે આ ઉઠમણું કુલ 90 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.
સુરત ફોગવાના આગેવાનો અને વેપારીઓ ગૃહમંત્રીને રજૂઆત કરશે
તમને જણાવી દઇએ કે, જે વિવર્સો ઉઠમણાનો ભોગ બન્યા છે તેઓની સાથે ફોગવાએ મિટિંગનું આયોજન કર્યું હતું. તેઓ તમામ પુરાવા એકત્ર કરીને આ મામલે હર્ષ સંઘવીને રજૂઆત કરશે. આ મામલે સુરત ફોગવાના આગેવાનો અને વેપારીઓ હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરશે.
ઉઠમણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે
ફોગવા દ્વારા ડોક્યુમેન્ટ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. પરંતુ ઉઠમણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે. ત્યાર બાદ તેમાં જે માલ હશે તે ટકાવારી પ્રમાણે ભોગ બનેલા વિવર્સોને આપવામાં આવશે. નોંધનીય છે કે, ઉઠમણામાં 100 વિવર્સોના રૂપિયા ફસાયા છે.