બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 2 women fall in love with each other's husbands, tie knot

પતિ બદલી નાખ્યાં / માથું ભમી જાય તેવો કિસ્સો ! બે પરણેલી સ્ત્રીઓ એકબીજાના પતિના પ્રેમમાં પડી, ચોંકાવનારુ તો પછી થયું

Hiralal

Last Updated: 03:34 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના ખગડીયામાં બનેલા એક કિસ્સાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. આ પહેલા કોઈએ પણ આવું બન્યાંનું જાણ્યું નહોતું. હોળીએ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

  • બિહારના ખગડીયાનો ચર્ચિત કિસ્સો
  • બે પરણેલી સ્ત્રીઓ એકબીજાના પતિના પ્રેમમાં પડી 
  • પોતપોતાના પતિને પડતો રાખીને સામેવાળાના પતિને પરણી 
  • એકબીજાના બાળકો પણ એક્સચેન્જ કર્યાં 

બિહારના ખગડીયામાં એક હેરતઅંગેજ લવસ્ટોરી સામે આવી છે જેને લઈને લોકોમાં ભારે ચર્ચા છે. હકીકતમાં બે પરણેલી મહિલાઓ એકબીજાના પતિને પ્રેમમાં પડીને પરણી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ એક કપલે તો બાળક પણ એક્સચેન્જ કર્યું હતું. 

પતિને પડતો મૂકીને પરણેલા પુરુષ સાથે ભાગીને કર્યાં લગ્ન 
ખગડીયામાં રહેતા નીરજ કુમાર સિંહ અને રૂબી દેવીએ 2009માં લગ્ન કર્યા હતા અને લગ્નજીવનમાં તેમને ચાર બાળકો થયા હતા જેમાં બે છોકરાઓ અને બે છોકરીઓ સામેલ છે. બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અણધાર્યો વળાંક આવ્યો. રૂબીને તેના માતા-પિતાના ઘર પાસે રહેતા મુકેશકુમાર સિંહ નામના અન્ય એક શખ્સ સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે નીરજને પડતો મૂકીને મુકેશ સાથે લગ્ન કરવા માગતી હતી અને એક દિવસ લાગ જોઈને પોતાના ત્રણ બાળકો સાથે મુકેશ સાથે ભાગી ગઈ, ત્યાર બાદ રુબી અને મુકેશે લગ્ન કરી લીધા. રુબી ચારમાંથી એક બાળક નીરજ પાસે મૂકતી ગઈ હતી. 

પતિએ પત્નીના પતિની પત્ની સાથે કર્યાં લગ્ન 
જોગાનુજોગ મુકેશની પત્નીનું નામ પણ રૂબી દેવી જ હતું. નીરજને રૂબી (મુકેશની પત્ની) વિશે ખબર પડી. નીરજે જેમ તેમ કરીને મુકેશની પત્ની જેનું નામ પણ રુબી હતું, તેની સાથે ફોન પર વાતો કરવા લાગ્યો અને આ દરમિયાન તેઓ બન્ને એકબીજાને ચાહવા લાગ્યાં અને પ્રેમમાં પડ્યાં, આ વર્ષે 18 ફેબ્રુઆરીએ તેઓએ કોર્ટમાં લગ્ન કર્યા હતા.

નીરજે પોતાના એકની સાથે મુકેશના બાળકો પણ સ્વીકાર્યાં
પત્ની જેની સાથે ભાગી ગઈ હતી તે મુકેશની પત્ની રુબી સાથે નીરજે લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ નીરજે પોતાની એક છોકરીની સાથે મુકેશના બાળકો પણ સ્વીકાર્યાં હતા. હાલ આ બે કપલ મધ્યપ્રદેશના જુદા જુદા શહેરોમાં રહે છે પરંતુ તેમણે જે કર્યું તેને લઈને લોકો વિચારતા રહી ગયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ