બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 thugs entered the house threw powder on the woman unconscious jewelry

મેઘરજ / દરવાજા બંધ રાખજો! 2 ગઠીયાઓએ ઘરમાં ઘુસી મહિલાને પાવડર નાખી કરી બેભાન, દાગીના લૂંટીને ફરાર

Kishor

Last Updated: 10:16 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘરજમાં ઘરમાં ઘુસી બે મહિલાઓને બેભાન કરી લૂંટારુઓ સોનાના દાગીના ચોરી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

  • અરવલ્લીના મેઘરજમાં ધોળા દિવસે લૂંટની ઘટના 
  • ગોકુલનાથજી મંદિર નજીક 2 મહિલાઓ સાથે લૂંટ
  • 2 ગઠીયા ઘરમાં ઘુસીને સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર 

અરવલ્લીના મેઘરજમાં ધોળા દિવસે ગોકુલનાથજી મંદિર નજીક 2 મહિલાઓ સાથે લૂંટની ઘટના સામે આવી છે.  લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. મહિલા પર  પાવડાર છાંટીને 2 ગઠીયાઑ સોના ચાંદીના દાગીના લૂંટી ફરાર થઇ જતાં પોલીસ દોડતી થઇ છે. 


ગોકુલનાથજી મંદિર નજીક 2 મહિલાઓ સાથે લૂંટ
અરવલ્લીના મેઘરજમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે.  19 સપ્ટેમ્બરના રોજ લૂંટના ઇરાદે લોખંડની જાળી કુદીને 2 બુકાનીધારીઑ મહિલાના ઘરમાં  ઘૂસ્યા હતા. આ દરમિયાન લૂંટારુએ  મહિલાઓ પર પાવડર નાખીને મહિલાને બેભાન કરી નાખી હતી.  ત્યારબાદ તિજોરીનો લોક તોડી સોના-ચાંદીના દાગીના લૂંટીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. મહિલાઓ ભાનમાં આવતા દાગીનાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યુ હતું. સોનાની બુટી, ચેન  સહીત આશરે ત્રણ લાખના દાગીનાની લૂંટ થયાનું જાહેર થયું છે. 

મેઘરજ પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ
ત્યારબાદ મહિલાઓને લૂંટની જાણ થતા મહિલાએ મેઘરજ પોલીસને જાણ કરી હતી.  જેને લઇને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મહિલાઑના નિવેદન નોંધ્યા હતા અને આજુબાજુના સીસીટીવી  તપાસવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકથી ભરચક્ક વિસ્તારમાં દિનદહાડે ચોરીની ઘટનાને લઇને  સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ