રાજ્યસભા / Congressનાં બે MLAનાં રાજીનામાંથી હડકંપ, વધુ ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતા

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધારાની ધારાસભ્ય જે.વી.કાકડિયા અને લીંબડીના ધારાસભ્ય સોમા પટેલે રાજીનામું આપ્યું છે. બન્ને ધારાસભ્યોએ રાત્રે સાડા 12 વાગ્યાની આસપાસ રાજીનામાં આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.કોંગ્રેસના બન્ને ધારાસભ્યો હજુ પણ સંપર્ક વિહોણા છે.આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા સંપર્ક વિહોણા થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી સમયમાં ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ