બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / 2 doses of vaccine are now mandatory in this district to participate in Navratri celebrations

જાહેરનામું / આ જિલ્લામાં હવે નવરાત્રીની ઉજવણીમાં ભાગ લેવા વેક્સિનના 2 ડોઝ ફરજિયાત

Mehul

Last Updated: 07:17 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્કોટમાં પોલીસ કમિશનરે નવરાત્રીની કોઈ પણ પ્રકારની ઉજવણીમાં બે ડોઝ ફરજીયાતનો આપ્યો આદેશ. આ આદેશ દશેરા સુધી રહેશે અમલી

  • નવરાત્રીમાં રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • ઉજવણીમાં ભાગ લેવા વેક્સિનના બે ડોઝ ફરજિયાત
  • લાઉડ સ્પીકર માટે લેવી પડશે પૂર્વ મંજૂરી 

 નવલા નોરતાના પાવન પર્વ શરુ થતા જ નવી માર્ગદર્શિકા આવી ગઈ છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરબાની કોઈ પણ પ્રકારની ઉજવણી કે આરતીમાં ભાગ લેવા વેક્સીનના બે ડોઝ ફરજિયાત કરી દેવાયા છે તો રાજ્ય સરકારે કરફ્યુમાં પણ છૂટછાટ આપી છે.રાજ્કોટમાં પોલીસ કમિશનરે  નવરાત્રીની કોઈ પણ પ્રકારની ઉજવણીમાં બે ડોઝ ફરજીયાતનો આદેશ આપ્યો છે જે દશેરા સુધી અમલી રહેશે.

આરતી હોય કે ગરબા,બે ડોઝ ફરજિયાત 

ગુજરાતમાં લગભગ બે વર્ષે નવલા નોરતાના આયોજન માટે રાજ્ય સરકારે શેરી ગરબાને કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે. મર્યાદિત સંખ્યામાં એકત્રિત થઇ ગળી કે શેરીમાં ગરબાની ઉજવણી કરી શકો છો તેમાં પણ સોશિયલ ડીસ્ટન્સ,માસ્કની અનિવાર્યતા રહેશે. પરંતુ રાજ્યના મોટા શહેરોમાં પોલીસ કમિશનરે જ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયમોનું પાલન કરવા સૂચવ્યું છે. જેમ અમદાવાદના જાહેર સ્થળો, હોટેલ- રેસ્ટોરન્ટ,BRTS/AMTSની બસ અને કાંકરિયા જેવા સ્થળો પર વેકસીનના બે ડોઝ ફરજિયાત લીધા હોવાના સર્ટીફીકેટ દર્શાવવા પડે છે તે જ રીતે રાજકોટમાં નવરાત્રીની કોઈ પણ ઉજવણીમાં વેકસીનના બે ડોઝ ફરજિયાત હોવા જરૂરી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

આરતીથી માંડીને ગરબા સુધી જે નાગરીકોએ બે ડોઝ ફરજિયાત લીધા હશે તેઓ જ ભાગ લઇ શકશે.ઉપરાંત શેરી ગરબામાં પણ લાઉડ સ્પીકર માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.રાજકોટમાં દશેરા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.જેમાં 8 ACP,400 હોમ ગાર્ડના જવાનો, 600 TRBના જવાનો બંદોબસ્તમાં રહેશે,120 GRDના જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.ઉપરાંત નાગ્ર્કોને એવી પણ અપીલ કરાઈ છે કે, ગરબા આયોજનના સ્થળે વેક્સીન અંગે જાગૃતિ પ્રસરે તેવા આયોજન કરવા પર ભાર આપવા ઉમેરાયું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ