બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 death in an accident a car and a moped near Lasundra in Kheda

કુરચે કુરચા / ખેડાના લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે ટક્કર, દંપતીનું ઘટનાસ્થળે મોત, ખરાબ રસ્તાને કારણે અકસ્માતનું અનુમાન

Vishnu

Last Updated: 04:03 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદથી બાલાસિનોર  દંપતી મોપેડ લઈ જઈ રહ્યું હતું, કારની અડફેટે આવતા અકાળે અવસાન, પોલીસ અને હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે

  • ખેડાના લસુન્દ્રા પાસે અકસ્માત
  • ઘટનામાં દંપતીનું મૃત્યુ
  • ખરાબ રસ્તાને કારણે અકસ્માત થયાનું અનુમાન

ગુજરાતમાં ચકાચક રોડ રસ્તાની વાતો થયા છે પણ ચોમાસા બાદ આ રસ્તા પર ભ્રષ્ટાચારના ખાડા રસ્તે રસ્તે જોવા મળે છે. આ ખાડાઓ વાહન ચાલકના જીવને જોખમમાં મૂકે છે. વારંવાર તંત્રના કાને વાત પહોંચાડવામાં આવે છે પણ તંત્રને ન તો રસ્તાને પડી છે ન તો વાહન ચાલકના જીવની... ખેડાના લસુન્દ્રામાં થયેલો અકસ્માત આ વાતની ચાડી ખાય છે.

ખરાબ રસ્તાએ 2નો જીવ લીધો?
ખેડા જિલ્લાના લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે મોતની ટક્કર થઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ મોપેડ ચાલક દંપતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નડિયાદથી બાલાસિનોર ખાતે દંપતી જઈ રહ્યું હતું તે સમયે કાર સાથે અથડાઇ ગયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે મોપેડના કુરચે કુરચા ઉડી ગયા હતા અને કાર ફંગોળાઈ હાઈવે નજીકની ખીણમાં ખાબકી હતી. અકસ્માતને નજરે જોનાર રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે કે ખરાબ રસ્તો આ અકસ્માતનું કારણ છે.

ઘટનાની જાણ થતા જ કઠલાલ પોલીસ ઘટનાસ્થળે
અકસ્માતની જાણ કઠલાલ પોલીસને કરવામાં ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી છે. બીજી તરફ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ બંને મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતકના પરિવારને જાણ કરતાં સંબંધીઓ પણ અધ્ધર શ્વાસે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

મૃતકના પરિવારનું આક્રંદ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ