બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 1500-2000 rupees increase in the 'vehicle' of the poor

જીવવું દોહ્યલું / મોંઘવારીનો અજગરી ભરડો, હવે ગરીબોના 'વાહન'માં થયો 1500-2000 રુપિયાનો વધારો

Hiralal

Last Updated: 03:47 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્ય પદાર્થો બાદ હવે ઘર બનાવવાનું પણ મોંઘું થયું છે.

  • દેશમાં મોંઘવારીનો અજગરી ભરડો
  • સળિયા, સિમેન્ટ સહિતના ભાવમાં વધારો
  • સાઈકલ 1500-2000 હજાર રૂપિયા મોંઘી

યુપીમાં સરકાર બનતાની સાથે જ મોંઘવારીએ લોકોના ખિસ્સા ઢીલા કરવાનું શરૂ કરી દીધું છે. રાજધાની લખનઉમાં સરિયા, સિમેન્ટ, ઈંટ, રેતી, રબર, પ્લાસ્ટિક, લોખંડથી લઈને સાઈકલ મોંઘી થઈ ગઈ છે. લોખંડના ભાવમાં ભારે વધારાને કારણે સાઈકલ 1500-2000 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

સાયકલની કિંમતમાં 1500થી 2000 રુપિયાનો વધારો 

ખાદ્ય પદાર્થોની મોંઘવારી બાદ હવે ગરીબોના વાહન ગણાતી સાઈકલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. દેશમાં સાઈકલના ભાવમાં 1500થી માંડીને 2000 રુપિયા સુધીનો વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં સામાન્ય સાઇકલના ભાવમાં 1000 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે રેન્જર અને ગિયરવાળી સાઇકલના ભાવમાં 1500-2000 હજાર રૂપિયાનો વધારો થયો છે.જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધારો થયા બાદ હવે સામાન્ય લોકોની સાયકલના ભાવ પણ આસમાને પહોંચવા લાગ્યા છે.

ઈંટો 1000 હજાર રૂપિયા સુધી મોંઘી છે, ઘર બનાવતી ઈંટ પણ 1000 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
જે ઈંટ હજુ પણ 7500 રૂપિયા પ્રતિ હજારના ભાવે વેચાઈ રહી હતી તે હવે 8500 રૂપિયા પ્રતિ હજારના ભાવે વેચાઈ રહી છે. હવે ઘર બનાવવામાં ભાવ વધારાથી લોકો પરેશાન થશે.

સળિયાની કિંમતમાં તોતિંગ વધારો 
 લખનઉમાં સળિયાના ભાવ સહિત અન્ય ઘણી બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધ્યા છે. 1 માર્ચે જે સળિયો 7,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો તે 25 માર્ચે વધીને 8,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. 50 કિલો સિમેન્ટની થેલી જે 350 રૂપિયામાં વેચાતી હતી તે હવે વધીને 360 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય રેતી 24 રૂપિયા પ્રતિ ક્યુબિક ફૂટથી વધીને 25 રૂપિયા પ્રતિ ક્યુબિક ફૂટ થઈ ગઈ છે.

સાત દિવસમાં છ વાર વધ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલાથી જ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 35 પૈસા મોંઘું થયું છે. પેટ્રોલ 30 પૈસા મોંઘુ થયું.

દવાઓના ભાવમાં પણ થશે વધારો 

સાથે જ પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના સતત વધતા ભાવો બાદ સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગવાનો છે. એક રિપોર્ટ અનુસાર, આગામી મહિનાથી ઘણી જરૂરી દવાઓના ભાવમાં વધારો થશે. હકીકતમાં ભારતની ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટીએ શિડ્યુલ્ડ દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે, જે બાદ હવે પેરાસિટામોલ સહિત 800થી વધુ દવાઓના ભાવમાં વધારો થશે.ઉત્તર પ્રદેશ સિમેન્ટ ટ્રેડ એસોસિયેશનના પ્રદેશ પ્રમુખ શ્યામ મૂર્તિ ગુપ્તાએ જણાવ્યું હતું કે વિદેશથી કાચા માલની અછતને કારણે સરિયાના ભાવમાં ક્વિન્ટલ દીઠ આશરે 1000 રૂપિયાનો વધારો થયો છે. જણાવી દઈએ કે સ્ટીલ અને પ્લાસ્ટિક પણ એક વર્ષમાં મોંઘા થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ