બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 15 new cases every hour in this city of Gujarat, the system came into action

મહામારી / કોરોનાનો મહાવિસ્ફોટ: ગુજરાતનાં આ શહેરમાં દર કલાકે 15 નવા કેસ, તંત્ર આવ્યું હરકતમાં

Kiran

Last Updated: 05:26 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં કોરોનાનો મહાવિસ્ફોટ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આદેશના પગલે શહેરમાં તાબડતોબ નવા પાંચ ડોમ શરૂ કરી દેવાયા છે.

  • શહેરમાં થર્ડ વેવ ચાલુ થઈ ગઈ
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાની સમીક્ષા કરશે
  • કોરોનાનો વિસ્ફોટ થશે તેવી કરેલી આગાહી સાચી પડી 

શહેરમાં થર્ડ વેવ ચાલુ થઈ ગઈ, છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા પ૪૧ કેસ મ્યુનિ. તંત્રના ચોપડે નોંધાયા તંત્ર હરકતમાં આવ્યું છે. મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આદેશના પગલે શહેરમાં તાબડતોબ નવા પાંચ ડોમ શરૂ કરી દેવાયા છે. 
 
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાની સમીક્ષા કરશે

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સાંજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાનાર છે જેમાં ઉચ્ચસ્તરિય સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહેશે. કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે અમદાવાદમાં હોસ્પિટલની સ્થિતિ અંગે ચર્ચા કરાશે તેમજ માઈકો કન્ટેન્મેન્ટ ઝોન વિશેની માહિતી પણ મેળવાશે.

કોરોનાનો વિસ્ફોટ થશે તેવી કરેલી આગાહી સાચી પડી 

મહત્વનું છે કે દિવાળીના તહેવારોને ધામધૂમથી ઊજવનાર લોકો કોરોનાની હાજરીને ભૂલી ગયા હતા. કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું અનિવાર્ય હતું. જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પણ જરૂરી હતું તેમજ હાથને સેનિટાઈઝ કરવાનું પણ કોરોનાને રોકવા માટે આવશ્યક હતું. કમનસીબે આ ત્રણ કોવિડ ગાઇડલાઇનના લોકોએ રીતસર લીરેલીરા ઊડાવ્યા હતા. રાજ્યનાં અને દેશનાં પર્યટન અને તીર્થ સ્થળોએ હકડેઠઠ ભીડ જામતી હતી એટલે અમદાવાદીઓ બહાર બિનદાસ્ત ફરીને પણ કોરોના લઈ પરત ફર્યા હતા. મ્યુનિ. સત્તાવાળાઓએ પણ હાથ પર હાથ ધરીને ખુલ્લી આંખે તમાશો જોયો હતો. સરવાળે તબીબોએ દિવાળી બાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થશે તેવી કરેલી આગાહી સાચી પડી છે. શહેરમાં કોરોનાનો ફરી આતંક ફેલાઇ ગયો છે. ફક્ત ગત સોમવાર, મંગળવાર અને બુધવારના કોરોનાના સત્તાવાર આંકડાને તપાસીએ તો આ છેલ્લા ૭ર કલાકમાં દર બે કલાકે ૧પ નાગરિકને કોરોના થયો છે. આ ચિત્ર ખરેખર બિહામણું હોઈ હજુ કોરોનાની સ્થિતિ બદથી બદતર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પણ અમદાવાદમાં દહેશત ફેલાવી રહ્યો છે.

દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું

શહેરમાં ગત નવરાત્રિના ઉત્સવ વખતે શેરી ગરબા સિવાયના પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા પર પ્રતિબંધ લગાવાયો હતો એટલે અમદાવાદીઓએ નવરાત્રિમાં કંઈક અંશે સંયમ જાળવ્યો હતો, જોકે ગઇ દિવાળી વખતે લોકો તેની ઉજવણીમાં ભાન ભૂલી ગયા હતા, જેના કારણે દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું હતું અને એપ્રિલ મહિનામાં તો કોરોનાની સેકન્ડ વેવે સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો હતો. તે વખતે શહેરીજનો ઓક્સિજનના અભાવમાં તરફડી-તરફડીને મોતને ભેટ્યા હતા. ઓક્સિજન ન હોવાથી કોરોનાના દર્દીઓનું ઘરમાં, રિક્ષામાં, એમ્બ્યુલન્સમાં, હોસ્પિટલના દરવાજા બહાર, હોસ્પિટલ કેમ્પસ અને હોસ્પિટલના બેડમાં અનેક દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા હતા. જૂનના બીજા અઠવાડિયા બાદ સેકન્ડ વેવનો પ્રકોપ થોડો હળવો થયો હતો, જોકે આજે પણ સ્વજનો, મિત્રો માટે ઓક્સિજન સિલિન્ડર મેળવવા ઠેકઠેકાણે લાગેલી લાંબીલચક લોકોની લાઈનનાં દૃશ્યો ભૂલી શકાય તેમ નથી. તબીબી જગતે વારંવાર કોરોનાની સંભવિત થર્ડ વેવને ટાળવા માટે કોવિડ ગાઈડલાઈનને અનુસરવાની લોકોને તાકીદ કરી હતી. તેમ છતાં લોકો અને તંત્રની લાપરવાહીથી ઘાતક કોરોનાની થર્ડ વેવ અમદાવાદમાં આવી પહોંચી છે. 

પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ

છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના તંત્રના ચોપડે સત્તાવાર પ૪૧ કેસ નોંધાયા છે. સોમવારે ૯૮, મંગળવારે ૧૭૮ અને ગઈ કાલે ર૬પ કેસ મ્યુનિ. તંત્ર નોંધ્યા હોઈ આ બાબત કોરોનાનો ઉપદ્રવ વધ્યો હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. અમદાવાદમાં કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને તેમાં પણ પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.નવા મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ પણ કોરોના ઘાતક બન્યો હોઈ ગઇ કાલે તાકીદની બેઠક બોલાવીને અનેક તકેદારીનાં પગલાં જાહેર કર્યાં હતાં. અમદાવાદમાં કોરોનાનો કેસ વધવાથી તંત્રે આજથી વધુ પાંચ ડોમ શરૂ કર્યા છે.  હાલની સ્થિતિએ શહેરમાં નવા ૧૧ ડોમ શરૂ કરવાથી કુલ ૪ર ટેસ્ટિંગ ડોમ થયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus corona case increase gujarat corona કોરોના કેસ કોરોના વાયરસ કોરોના વિસ્ફોટ કોરોના સંક્રમણ ગુજરાત સરકાર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ