બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 14 Different Uses Of Aluminium Foil You Never Heard

યૂટિલિટી / રસોઈના આ કામને સરળ કરવાની સાથે જ કોથમીરને ફ્રેશ રાખે છે એલ્યુમિનિયમ ફોઇલ, જાણો 14 USE

Bhushita

Last Updated: 11:55 AM, 19 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિચનમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ મોટાભાગે ખાવાનું પેક કરવા માટે કરવામાં આવે છે. તેને અન્ય કયા કયા કામમાં ઉપયોગમાં લઇ શકાય તે વિશે તમે ભાગ્યે જ જાણો છો. જો તમે એલ્યુમિનિયમ ફોઇલને અલગ રીતે વાપરવા ઇચ્છો છો તો તે તમારા આ કામને સરળ બનાવી શકે છે.

  • જાણો એલ્યુમિનિયમ ફોઇલના અન્ય ઉપયોગો વિશે
  • ઘરના આ કામમાં કરશે તમારી મદદ
  • સફાઈથી માંડીને ફૂડ ફ્રેશ રાખવામાં કરે છે મદદ

 

  • ઘરમાં પેન્ટ થઇ રહ્યો હોય તો દરવાજાના નોબ્સમાં એલ્યુમિનિયમ ફોઇલ રેપ કરી લો. તેનાથી તે ગંદા થશે નહીં. સફાઇ કરવું સરળ રહેશે. 
  • ફ્રિઝમાં કોથમીર રાખતાં પહેલાં તેને એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરી લો. તે એક મહિના સુધી તાજી રહેશે. 
  • બેકિંગ સોડા, વિનેગર, મીઠું અને એલ્યુમિનિયમ ફોઇલથી કાળી પડેલી સિલ્વર જ્વેલરીને ચમકાવી શકાય છે. આ ઇફેક્ટિવ રીત છે. 
  • ઓવનમાં કંઇ પણ બેક કરતી સમયે તેની આસપાસ એલ્યુમિનિયમ ફોઇલ રેપ કરો. તેની કિનારીઓ બળશે નહીં. 
  • નોનવેજ/ડેરી પ્રોડક્ટ્સ સ્ટોર કરવાથી ફ્રિઝમાંથી સ્મેલ આવે છે. આ માટે તેને પ્લાસ્ટિકમાં રેપ કર્યા બાદ એલ્યુમિનિયમ ફોઇલથી રેપ કરો. સ્મેલ નહીં આવે.
  •  ઓવનમાં કંઇ પણ બેક કરો તો સાથે એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો રાખો. તેનાથી કોઇ પણ લિક્વિડ, સ્ટિકી કે બર્નિંગ પાર્ટિકલ્સ તેની પર પડશે અને સરળતાથી સાફ થઇ જશે.

  •  પ્રેસમાં કોઇ સ્ટિકી સબ્સટાન્સ લાગ્યા છે તો તેને સાફ કરવા એલ્યુમિનિયમ ફોઇલ યૂઝ કરો. પ્રેસ ગરમ કરીને એલ્યુમિનિયમ ફોઇલ પર રાખો. કામ થઇ જશે.
  •  ગરમ પ્રેશર કૂકર, બાઉલ કે સ્લીપરી પોટ પકડતાં પહેલાં તેના હેન્ડલ પર એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો રેપ કરો. તેને પકડવામાં સરળતા રહેશે અને દઝાશે નહીં.
  •  ગાર્ડનમાં લાગેલા ફળને ચકલીઓ નુકશાન પહોંચાડે છે. આ સમયે તેની પર એલ્યુમિનિયમ ફોઇલના પીસ લટકાવો, ચકલી ચમકદાર ચીજથી દૂર રહે છે.
  •  વોશિંગ મશીનમાં કપડાં લોન્ડ્રી કર્યા બાદ તેને ડ્રાયરમાં નાંખો, તો સાથે એલ્યુમિનિયમ ફોઇલના થોડા બોલ્સ બનાવીને નાંખો. તેનાથી કપડાં જલ્દી સૂકાઇ જાય છે.
  •  ગ્રીલની રેક સાફ કરવામાં તકલીફ આવે છે. તેમાં બર્નિંગ કે સ્ટિકી સબ્સટાન્સ સરળતાથી નીકળતા નથી. એવામાં એલ્યુમિનિયમ ફોઇલનો યૂઝ કરો.
  •  લાઇટને વધારે બ્રાઇટ કરવા તેની પાછળ એલ્યુમિનિયમ ફોઇલનો એક પીસ લગાવી લો. તેનાથી પ્રકાશ વધારે આવશે.
  •  ઘરમાં ખાડા હોય કે તિરાડ હોય તો એલ્યુમિનિયમ ફોઇલનો બોલ કે સ્ટીક બનાવીને તેમાં ફસાવી દો. સ્લીપરી અને શાઇની હોવાના કારણે ઉંદર તેને ખોતરશે નહીં અને ઘરથી દૂર રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aluminium Foil Amazing use Uses Utility News ઉપયોગ એલ્યુમિનિયમ ફોઈલ ફૂડ યૂટિલિટી ન્યૂઝ Utility news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ