બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 136.20 grams of MD drugs were seized from Morbi

દરોડા / ભાડાના મકાનમાં કાળો કારોબાર: મોરબીમાં ડ્રગ્સનું વેચાણ કરતો રાજસ્થાની ઈસમ 13.62 લાખના જથ્થા સાથે ઝડપાયો

Dinesh

Last Updated: 11:16 PM, 29 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલી ફેક્ટરીમાં એલસીબીની ટીમે રેડ પાડી 136.20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો છે

  • મોરબીમાંથી 136.20 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો
  • એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
  • 13.62 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું


મોરબી જિલ્લામાં દારૂ, ગાંજો, અફીણ વગેરે નશીલા પદાર્થનું વેચાણ થાય છે તેની સાથોસાથ એમડી ડ્રગ્સનું પણ વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે અને હાલમાં મોરબી જિલ્લાના  વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રાજસ્થાની શખ્સ રહેતો હતો ત્યાં રેડ કરી હતી ત્યારે તેની પાસેથી 136 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 13.62 લાખની કિંમતના એમડી ડ્રગ્સને કબજે કરેલો છે અને રાજસ્થાની શખ્સની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

આરોપીની તસવીર

જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રેડ કરી હતી
મોરબી જિલ્લામાં ધીમેધીમે કરતાં માંગો તે નશીલો પદાર્થ મળે તેવી પરિસ્થિતી હાલમાં જોવા મળી રહી છે તેવામાં મોરબી જિલ્લામાં હવે એમડી ડ્રગ્સ પણ મળતું હોવાનું સામે આવ્યું છે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોય તેવું ચર્ચાતું હતું તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ દીપક ઢોલને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રેડ કરી હતી ત્યારે રૂમમાંથી 136.20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક રાજસ્થાની શખ્સને ઝડપી પડેલ છે અને તેની પાસેથી 13.62 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.

મુદ્દામાલ કબજે કરાયો

પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે
હાલમાં પોલિસે આપેલ માહિતી મુજબ ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીની ઓરડીમાં રૂમ ભાડે રાખનાર શખ્સ 136.20 ગામ એમડી ડ્રગ્સ સાથે મળી આવેલ છે જેથી પોલીસે ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (37) રહે. બાડમેર રાજસ્થાન વાળાની પાસેથી 13.62 લાખનું ડ્રગ્સ, 50.500 રોકડા, વજન કાંટા બે, એક મોબાઈલ આમ કુલ મળીને 14,18,500 નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, આ શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાંથી લઈને આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી પોલીસ

યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા માટે પોલીસે અપીલ કરી
અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, અફીણ સહિતના નસીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હતું તેની સાથો સાથ હવે એમડી ડ્રગ્સ પણ મોરબી જીલ્લામાં મળવા લાગ્યું છે ત્યારે વાંકાનેર તાલુકામાંથી એમડી ડ્રગ્સ સાથે જે શખ્સ પકડાયો છે તે ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો છે અને કોને કોને આપે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને મોરબી જિલ્લાના યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા માટે પોલીસે અપીલ કરી છે સાથોસાથ આવા નશીલ પદાર્થ અંગેની કોઈ પણ બાતમી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ