બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 127th Constitutional Amendment Granting OBC Reservation Passed in Lok Sabha

મોનસૂુન સેશન / OBC અનામત સુધારણા કાયદો લોકસભામાં પાસ, રાજ્યો પોતાની OBC યાદી બનાવી શકશે

Hiralal

Last Updated: 08:42 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે લોકસભામાં OBC અનામત સુધારણા કાયદો પાસ કરાવી દીધો હોવાથી હવે રાજ્ય સરકારોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળ્યો છે.

  • OBC અનામતની દિશામાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 
  • લોકસભામાં OBC અનામત સુધારણા કાયદો પાસ થયો
  • રાજ્યો હવે પોતાની ઓબીસી યાદી બનાવી શકશે

લોકસભામાં ઓબીસી અનામત સુધારણા કાયદો પાસ થયો હોવાથી હવેથી રાજ્યો પોતાની ઓબીસી યાદી તૈયાર કરી શકશે. ઓબીસી અનામત સુધારણા કાયદાની તરફેણમાં 385 વોટ પડ્યાં હતા જ્યારે તેની વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો. 

રાજ્યો હવે પોતાની ઓબીસી યાદી બનાવી શકશે 

બીલ પર ચર્ચા શરુ કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે જણાવ્યું કે આ કાયદો બન્યા બાદ રાજ્ય સરકારો ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળી જશે તથા  મરાઠા અનામત જેવા મુદ્દે રાજ્ય સરકારો પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકશે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ બીલને ટેકો આપ્યો હતો. સાથે વિપક્ષી દળોએ અનામતની મર્યાદા 50 ટકા વધારવાની માગ પણ કરી હતી. 

AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર શાહ બાનોની તર્જ પર ઓબીસી અનામત બિલ લાવી છે. મુસ્લિમોને માત્ર તારીખો મળશે, અનામત નહીં. ચર્ચા દરમિયાન તેમણે પૂછ્યું કે ઓબીસીનું પેટા વર્ગીકરણ કેવી રીતે થશે? ઓવૈસીએ સરકાર પાસે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની માંગ કરી હતી. આ સમયગાળા દરમિયાન વિપક્ષના તમામ નેતાઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. બધાએ બિલને ટેકો આપ્યો અને સરકાર પર નિશાન સાધ્યું.
ઓવૈસીએ કહ્યું કે ભાજપ સરકાર ઓબીસી સમાજના હિતમાં નથી, પરંતુ માત્ર તેમના મત માટે છે. 1950 માં આ દિવસે, મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને SC ની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. સરકારે વહેલામાં વહેલી તકે ધર્મના આધારે અનામત સમાપ્ત કરવી જોઈએ.

કેન્દ્ર સરકારની ભૂલને કારણે બિલ લાવવું પડ્યું-કોંગ્રેસ 
કોંગ્રેસના નેતા અને ગૃહમાં પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ 'બંધારણ (127 મો સુધારો) બિલ, 2021' પર ચર્ચા શરૂ કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની ભૂલને કારણે બિલ લાવવું પડ્યું. તે ઉત્તર પ્રદેશ અને કેટલાક રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાવ્યા છે. પાર્ટીએ OBC થી સંબંધિત સુધારા બિલને ટેકો આપ્યો હતો. કહ્યું કે કેન્દ્ર સરકારે અનામતની 50 ટકા મર્યાદાને દૂર કરવાનું વિચારવું જોઈએ જેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને અન્ય ઘણા રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે. “અમે આ બિલ પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા છીએ કારણ કે તે બંધારણ સુધારા બિલ છે. તેને બે તૃતીયાંશ બહુમતીના સમર્થનની જરૂર છે. અમે એક જવાબદાર પક્ષ છીએ, તેથી અમે તેમાં ભાગ લઈ રહ્યા છીએ.

અખિલેશ પર ગેરમાર્ગે દોરવાનો આરોપ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર OBC વર્ગોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે 50 ટકા અનામતની મર્યાદા વધારવી જોઈએ અને જાતિની વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવો જોઈએ. તેમણે કહ્યું કે જો તેમની સરકાર ઉત્તર પ્રદેશમાં બને તો તેઓ જાતિ ગણતરી કરશે. અખિલેશે કહ્યું, 'જો આવું મહત્વનું બિલ પસાર થઈ રહ્યું છે, તો તેની સાથે અનામતની મર્યાદા વધારવી જોઈએ. જાતિની વસ્તી ગણતરીનો ડેટા જાહેર થવો જોઈએ.

બસપાએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા
ચર્ચામાં ભાગ લેતા તેલુગુ દેશમ પાર્ટીના રામ મોહન નાયડુએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે 2021 માં વસ્તી ગણતરી થઈ રહી છે ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. તો જ કલ્યાણકારી યોજનાઓને લગતી સારી નીતિઓ અને યોજનાઓ બનાવી શકાય.

બસપાના મલુક નગરએ કહ્યું કે કોંગ્રેસે એવો આરોપ ન લગાવવો જોઈએ કે ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે ભાજપ આ બિલ લાવ્યું છે. જો એમ હોય તો કોંગ્રેસે આ બિલ કેમ નથી લાવ્યું, એમ તેમણે કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા પછાત લોકોના મત લીધા, પરંતુ તેમને કશું આપ્યું નહીં. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેનીવાલે કહ્યું કે સરકારે કૃષિ કાયદાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.

આ બીલ દેશના તમામ રાજ્ય સરકારોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર આપશે. 

કયા સમુદાયને લાભ મળશે 
- મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય
- ગુજરાતમાં પટેલ સમુદાય
- હરિયાણામાં જાટ સમુદાય
- કર્ણાટકના લિંગાયત સમુદાય

ઓબીસી બિલની આ અસર થશે
આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થયા બાદ હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે.

હકીકતમાં, રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે, કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના બહુમતી આધારિત નિર્ણયની સમીક્ષા કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી, જેમાં 102 મો બંધારણીય સુધારો નોકરીઓ અને પ્રવેશમાં ફરક લાવશે.

બિલ પર સુપ્રીમ કોર્ટે મે મહિનામાં લગાવી હતી રોક
સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારને જ ઓબીસીનું લિસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. જો કે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સરકારના સંવિધાન સંશોધનની મદદથી બદલવામાં આવી રહ્યો છે. સંસદથી સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366 (26)- સીના સંશોધન પર મહોર લગાવ્યા બાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી લિસ્ટમાં જાતિને અધિસૂચિત કરવાનો અધિકાર રહેશે.  સુપ્રીમ કોર્ટે ગયા મહિને કેન્દ્રની અરજીને નકારી હતી. તેમાં સરકારે કોર્ટને ફરીથી વિચાર કરવા પણ અનુરોધ કર્યો હતો. 

ગયા અઠવાડિયે મેડિકલ શિક્ષામાં અપાયો હતો કોટા
આ પહેલા કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે અખિલ ભારતીય કોટોના આધારે મેડિકલ કોલેજમાં નામાંકનમાં ઓબીસી વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને માટે આરક્ષણનો નિર્ણય લીધો હતો. તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં અખિલ ભારતીય કોટા યોજનાના આધારે  ઓબીસી વર્ગને 27 ટકા અને ઈડબ્લ્યૂએસ વર્ગના વિર્દ્યાર્થીઓને 10 ટકા આરક્ષણ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ