બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 1.25 crore gold stolen from Ahmedabad to Rajasthan, later made a mistake and was caught red

કાર્યવાહી / અમદાવાદથી 1.25 કરોડનું સોનું ચોરીને રાજસ્થાન ચાલ્યા ગયા, બાદમાં એવી ભૂલ કરી કે પોલીસે હાથોહાથ ઝડપ્યો

Mehul

Last Updated: 09:10 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બે મહિના પહેલા સવા કરોડની કિમતના દાગીના લઈને ભાગેલો સોની વેપારીનો નોકર દાગીના વેંચવા આવતા ઝડપાયો. પોલીસે 1.10 કરોડના દાગીના,ચાંદી કરી કબજે.આરોપીનો સાગરિત હજુ ફરાર.

  • અમદાવાદમાં બે મહિના પહેલાની ઘટનાનો ભેદ 
  • 1.25 કરોડના દાગીના લઈને ભાગેલો ઝડપાયો 
  • તફડાવેલા દાગીના વેંચવા રાજસ્થાનથી આવ્યો હતો 

અમદાવાદમાં સોની વેપારીની આંખમાં ધૂળ ઝોંકી એક્ટીવા સાથે  1 કરોડ 25 લાખ રૂપિયાની કિમતના સોનાના દાગીના લઈ રાજસ્થાન  રફુચક્કર થઇ ગઈ ગયેલો દુકાનનો નોકર દાગીના વેંચવા ફરી અમદાવાદ આવ્યો હતો. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે સંદિગ્ધ જણાતા શખ્સને હાજીપુરના નમસ્તે સર્કલ નજીક પાસેથી ઝડપી લીધો હતો. આ એ જ નોકર છે જેમને સોની દુકાનદારે નાસી ગયાના અઢી  મહિના પહેલા જ પોતાની દુકાનમાં નોકરીએ રાખ્યો હતો. આનંદ રાજપૂત નામનો આ શખ્સની પાસે રહેલા કાપડના મોટા થેલામાંથી  રૂપિયા 1.10 કરોડના 2 કિલો 710 ગ્રામ દાગીના જપ્ત કર્યા હતા.

શું હતી ઘટના 

16 ઓક્ટોબરના રોજ બપોરે 1 કલાકની આસપાસ બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત રૂ. 1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહ સાથે જઈ રહ્યા હતા. અને અનેક દુકાનોમાં દાગીના બતાવી માલિક નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી સોનાની ભાળ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પણ આરોપી કારીગરનું મન મેલુ હતું મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ગુમ થઈ ગયો હતો.

અઢી મહિના પહેલા જ કારીગરને રાખ્યો હતો કામે 

દાગીના બનાવનાર વેપારી માણેક ચોક ખાતે M H જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. આરોપી કારીગરોને 80 દિવસ પહેલા જ કામે રાખ્યા હતા. પહેલા તેમના જ ગામનો અને સમાજનો ગણેશભાઈ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો તેના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક 9000ના પગારે કામ પર લીધો હતો. મુકેશભાઈ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ દુકાને ફરતો હતો.

દાગીના લઈને  ભાગ્યા પછી  શું કર્યું ? ક્યાં હતો આરોપી ?

મુકેશભાઈ કુદરતી હાજતે ગયા,અને તકનો લાભ લઈને આનંદસિંહ એકટીવા સાથે રૂપિયા 1.25 કરોડના દાગીના લઈને પોબારા ભણી ગયા બાદ, તેણે ઇન્ડિયા કોલોની પાસે એકટીવા મૂકી દીધું.  દરમિયાન તેણે પોતાના મિત્ર ગણેશ પ્રભારામ ઘાંચીને ફોન કર્યો. અને આરોપી આનંદ અને ગણેશ દાગીના ભરેલા થલા સાથે  અમદાવાદ છોડીને ભાગી ગયા. સવા કરોડની માલમતા સાથે કેવી રીતે સાચવવી તેની મથામણમાં સતત રહેતા બંને, જુદી-જુદી જગ્યાએ રખડ્યા બાદ થાકી-હારીને રાજસ્થાન પહોચ્યાં હતા. આટલી મોટી રકમના દાગીનાઓમાથી કેટલાક ગણેશ ખુદ લઈને ભાગી ગયો હતો. સોની માલિક પાસેથી દાગીના તફડાવ્યાની વાતને બે મહિના જેટલો સમય થઇ ગયો છે અને વાત વિસારે પડી ગઈ હશે તેમ માનીને આનંદ પોતાની પાસે રહેલા દાગીનાઓનો દલ્લો લઈને અમદાવાદ આવ્યો હતો.આરોપીને મનોમન હતું કે, આ ઘરેણા વેંચાઈ જાય એટલે જે રકમ આવે તે ઉસેડીને પાછો રાજસ્થાન ભેગો થઇ જશે. 

હજુ ગણેશ ઘાંચીની શોધ જારી 

આરોપી આનંદ પાસે રહેલા થેલામાંથી પોલીસે અંદાજે 1 કરોડ 10 લાખના વિવિધ ડીઝાઈનના દાગીનાઓ સાથે 2 કિલો 710  ગ્રામ ચાંદી પણ કબજે કરી છે. હવે આનંદ પાસેથી કેટલાક દાગીના લઈને ભાગેલા ગણેશ ઘાંચીને પોલીસ શોધી રહી છે. ગણેશ ક્યાં છે ? કેટલી મતાનાં દાગીના લઈને ભાગ્યો છે ? જુદી-જુદી ડીઝાઈનના ઘરેણા તેણે વેંચી દીધા છે કે કેમ ? આ બધા સવાલો અનુત્તર છે. પોલીસ આ અંગે,આરોપી આનંદ પાસેથી કેટલીક વધુ માહિતી કઢાવી શકશે. જો કે ,પોલીસનું ધ્યાન અત્યારે,ગણેશ ગાંચીને પકડવા તરફ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ