નવા ટ્રાફિક નિયમ અનુસાર હવે આપને હોર્ન વગાડવા પર 12,000નું ચલણ લાગી શકે છે. આવું કઈ રીતે થઈ શકે, આજે અમે આપને તેના વિશે જાણકારી આપીશું.
નવા ટ્રાફિક નિયમો આપે જાણવા ખૂબ જરૂરી
જો આ નિયમોનું પાલન નહીં કરો, તો લાગશે મોટો દંડ
આ જગ્યા પર હોર્ન વગાડ્યું તો ગયા સમજો
નવા ટ્રાફિક નિયમ અનુસાર હવે આપને હોર્ન વગાડવા પર 12,000નું ચલણ લાગી શકે છે. આવું કઈ રીતે થઈ શકે, આજે અમે આપને તેના વિશે જાણકારી આપીશું. હકીકતમાં મોટર વ્હીકલ એક્ટ નિયમ 39/192 અનુસાર મોટર સાયકલ, કાર અથવા અન્ય કોઈ પણ વાહન ચલાવતી વખતે જો આપ પ્રેશર હોર્ન વગાડશો તો આપને 10,000નો દંડ લાગી શકે છે. તેની સાથે જ જો આપ સાઈલેંસ ઝોનમાં હોર્ન વગાડશો તો, નિયમ 194F અનુસાર આપને 2000નું ચલણ લાગશે. અમારો ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોને લઈને જાણકારી આપવાનો છે, જેથી રોડ અકસ્માતને અટકાવી શકાય.
હવે હેલ્મેટ પહેર્યું હશે, તો પણ લાગશે દંડ- જો આ કામ નહીં કર્યું તો..
મોટર વ્હીકલ એક્ટ અનુસાર, મોટરસાયકલ, સ્કૂટર ચલાવતા જો આપને હેલ્મેટની સ્ટ્રિપ નહીં બાંધી હોય તો, નિયમ અનુસાર 194D MVA અનુસાર આપને 1000 રૂપિયાનો દંડ અને આપને દોષપૂર્ણ હેલ્મેટ પહેર્યુ છે, તો 194D MVA અનુસાર આપને 1000 રૂપિયાનો દંડ લાગશે. ત્યારે આવા સમયે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ આપને નિયમોનું પાલન નહીં કરવાના કારણે 2000 રૂપિયાનું ચલણ ફાટી શકે છે.
ચલણ કપાયું છે કે નહીં તે જાણવા માટે આ કામ કરો
https://echallan.parivahan.gov.in વેબસાઈટ પર જાઓ. ચેક ચલણ સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો. આપને ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઈવિંગ લાયસંસ નંબરનું ઓપ્શન મળશે. વાહન નંબરનો ઓપ્શન પસંદ કરો. માગેલી જરૂરી વિગતો ભરો અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો. હવે અહીં આપને ચલણનું સ્ટેટસ જોવા મળશે.