બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 108 Emergency Action Plan for Diwali Festival, Accident Cases Increase

એક્શન પ્લાન / દિવાળી માટે 108 ઍમ્બ્યુલન્સનો એક્શન પ્લાન તૈયાર: હજારો સ્ટાફ રહેશે તૈનાત, કોરોનાથી સાચવજો તેવી અપીલ

Kiran

Last Updated: 12:07 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે દિવાળી માટે 108 ઍમ્બ્યુલન્સ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

  • તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા 108 તૈયાર
  • તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલ આવે છે
  • 3 દિવસમાં 47 ટકા ઈમરજન્સી કેસ નોંધાય છે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળીને લઈને 108 દ્વારા ખાસ ઈમરજન્સી સેવાઓ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસમાં વધારો થતો હોય છે, જેમાં સામાન્ય રીતે અકસ્માત, દાઝી જવાની ફરિયાદો 108ને મળતી હોય છે, 108ને સામાન્ય દિવસોમાં મળતાં ઇમરજન્સી કેસ દિવાળી ટાંણે 108ને વધુ કોલ આવતા હોય છે.



 

તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા 108 તૈયાર

જો વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો જોવા મળ્યો છે. તહેવારમાં  રોડ અકસ્માતના કેસ પણ વધતા હોય છે, આવા કેસમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં અત્યારે કુલ 800 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. જેમાં 4 હજાર કર્મચારીઓ ફિલ્ડમાં કાર્યરત રહેશે.

તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલ આવે છે

કઠવાડામાં 150થી 200 કર્મચારીઓ કાર્યરત રહેશે, દિવાળીના તહેવારોના 3 દિવસમાં ઈમરજન્સી કેસમાં 47 ટકાનો વધારો જોવા મળતો હોય છે, જેમાં દિવાળીમાં ઈમરજન્સી કેસમાં 15થી 16 ટકાનો વધારો, જ્યારે બેસતા વર્ષે 27 ટકા અને ભાઈબીજમાં 36 ટકાનો વધારો થયો હોય છે તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલની સંભાવના વધી જતી હોય છે, ત્યારે ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સાથે તબીબ અને કર્મચારી પણ ખડે પગે રહેશે, સાથે ગંભીર પરિસ્થિતિમાં મોટી હોસ્પિટલો સાથે કોઓર્ડીનેશન કરી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવામાં આવી છે. 

તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલ આવે છે: જસવંત પ્રજાપતિ

દિવાળીમાં 108ના ઈમરજન્સીના એક્શન પ્લાનને લઈને 108 GVKના ચીફ ઓપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા 108નું આગોતરૂ આયોજન કરાયું છે. તહેવારોમાં ઈમરજન્સી કોલમાં વધારો થતો હોય છે, તેમજ 3 દિવાસમાં જ 47 ટકાથી વધુ કોલ આવતા હોય છે. આ દિવસોમાં 10થી 12 હજાર કોલ આવતા હોય છે, તેમજ આ દિવસોમાં કોરોના સંક્રમણનો પણ ખતરો વધી જતો હોય છે. એવામાં તહેવારોમાં ભીડભાડ વાળી જગ્યાએ જવાનો ટાળો, સોશિયલ ડિસ્ટસિંગ જાળવો, માસ્ક તેમજ કોવિડ નિયમનું પાલન કરો તેવી અપલ જસવંત પ્રજાપતિ દ્વારા કરવામાં આવી છે.તેમણે હાલ કોરોના માટે 30થી40 એમ્ય્યુલન્સ સેવા આપી રહી છે અને ઈમરજન્સી સેવા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તેવું જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ