બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 100 years ago cholera caused havoc in Navsari cases reduced after the dissolution of Dhingla Bapa

પરંપરા / ઢીંગલા બાપાની શોભાયાત્રાઃ 100 વર્ષ પહેલા કોલેરાએ નવસારીમાં મચાવ્યો હતો હાહાકાર, ઢીંગલા બાપાના વિસર્જન બાદ ઘટ્યા હતા કેસ

Kishor

Last Updated: 12:16 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિવાસાના દિવસે વાજતે-ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કરી નવસારીના આદિવાસી પરિવારે પોતાની પરંપરાને અકબંધ રાખી હતી.

  • નવસારીમાં 100 વર્ષ પૂર્વેની પરંપરા જળવાઈ
  • ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો 
  • દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રુટ પર ભરાયો મેળો

ડિજિટલ યુગમાં આજે પણ અનેક સમાજોએ પોતાની પરંપરાને જાળવી રાખી છે. જેમાં પણ પોતાની ઊજળી પરંપરાને સવાઇ કરવામાં આદિવાસી સમાજની આગવી ઓળખ રહી છે. તેવામાં નવસારીમાં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જળવી રાખી છે.

100 વર્ષ પૂર્વે પારસી ગૃહસ્થે મૂક્યો હતો વિચાર 
નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક બાદ એક ટપોટપ લોકો મોતને ભેટયા હતા.જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. જેમાં એક માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી. 

જીવનની કોઈપણ સમસ્યા હોય એનું નિરાકરણ કરે છે ઢીંગલા બાપા 
ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે-ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દર વર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવમાં આવે છે. લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શન કરે છે અને શ્રદ્ધા પૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે. દિવાસના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રુટ પર મેળો ભરાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા કે જીવનની કંઈપણ સમસ્યા હોય એનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે. જેથી લોકો માનતા પણ પુરી કરતા હોય છે. ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ